ક્રાઈમ@દેશ: આગ્રાની હોટલમાં 4 લોકોએ મહિલાકર્મી પર સામૂહિક બળાત્કાર આચર્યો

માથા પર કાચની બોટલ પણ તોડી નાખી હતી
 
ક્રાઈમ@દેશ: આગ્રાની હોટલમાં ચાર લોકોએ મહિલાકર્મી પર સામૂહિક બળાત્કાર આચર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આગ્રામાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. અહીંની એક હોમ સ્ટે હોટલમાં મહિલા કર્મચારી સાથે ચાર લોકો પર ગેંગરેપનો આરોપ છે. રિપોર્ટ અનુસાર, મહિલા તે હોટલમાં કર્મચારી હતી અને દોઢ વર્ષથી ત્યાં કામ કરતી હતી. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, જ્યારે એક પુરુષ મહિલાને રૂમની અંદર ખેંચી રહ્યો છે, ત્યારે તે મદદ માટે ચીસો પાડી રહી છે અને હાથ જોડી રહી છે, પરંતુ આરોપી કોઈ દયા નથી બતાવતો.

આ વીડિયો ચોંકાવનારો છે, અમે તેને તમારી સાથે શેર કરી શકતા નથી. હાલમાં, પોલીસે બળાત્કાર, હુમલો અને ભારતીય દંડ સંહિતા (IPC)ની અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

આ કેસમાં ચાર પુરુષ અને એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓના નામ જીતેન્દ્ર રાઠોડ, રવિ રાઠોડ, મનીષ કુમાર અને દેવકિશોર છે. પોલીસ અનુસાર રેપ પીડિતાને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવી છે. આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, પીડિતા મદદ માટે આજીજી કરી રહી છે. તે ચીસો પાડી રહી છે મને મદદ કરો. તે જમીન પર પડી છે અને આરોપી તેને ખેંચી રહ્યો છે. તે વ્યક્તિ પર દોષારોપણ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહિલાએ કહ્યું કે, તેને અગાઉ બનાવેલા એક વાંધાજનક વીડિયો પર બ્લેકમેલ કરવામાં આવી રહી છે.

આ કેસમાં વરિષ્ઠ પોલીસ અધિકારી સદર અર્ચના સિંહના જણાવ્યા અનુસાર, આગરાની તાજગંજ પોલીસને માહિતી મળી હતી કે, હોટલમાં બળાત્કારની ઘટના બની છે. પીડિતાના આરોપોને ધ્યાનમાં લઈને કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના શનિવારે રાત્રે બની હતી. તેમણે કહ્યું કે હોમસ્ટેને સીલ કરી દેવામાં આવી છે.

બસાઈ પોલીસ ચોકીના ઈન્ચાર્જ મોહિત શર્માએ જણાવ્યું હતું કે, “અમને શનિવારે મધ્યરાત્રિની આસપાસ પીડિતા તરફથી ફોન આવ્યો જે મદદ માટે ચીસો પાડી રહી હતી. અમે તરત જ હોમસ્ટે પર પહોંચ્યા અને આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી. પીડિતાની ઉંમર લગભગ 25 વર્ષની છે અને હોમસ્ટેમાં રહેતી અને કામ કરતી હતી.”

પીડિતાએ પોતાની વાત કહી

પોલીસે આગળ કહ્યું, “તેણીએ અમને બળાત્કારની આખી ઘટના જણાવી અને કહ્યું કે, તેને આરોપીઓએ માર માર્યો હતો. તેઓએ તેના માથા પર કાચની બોટલ પણ તોડી નાખી હતી. તેણીને દારૂ પીવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.” એટલું જ નહીં, આ દરમિયાન તેણે પેન્ટમાં શૌચ કર્યું, તેમ છતાં આરોપીઓને કોઈ દયા આવી નહીં. આશ્ચર્યની વાત એ છે કે, આ ઘટના સમયે સિક્યુરિટી ગાર્ડ પણ હાજર હતો.

પીડિતાએ પોલીસને જણાવ્યું કે, તેણીને બળજબરીથી રૂમમાં બંધ કરી દેવામાં આવી અને નિર્દયતાથી માર મારવામાં આવ્યો. આરોપીઓએ તેને બળજબરીથી દારૂ પણ પીવડાવ્યો હતો. હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે.