ગુનો@મુંબઈ: સનાતન ધર્મની ધાર્મિક ભાવનાઓને નુકસાન પહોંચાડવાના આરોપમાં કપુર પરિવાર સામે કેસ

કેક ઉપર વાઇન અને દારૂ નાખી રણબીર કપુર કહે છે જય માતાજી,
 
ગુનો@મુંબઈ: સનાતન ધર્મની ધાર્મિક ભાવનાઓને નુકસાન પહોંચાડવાના આરોપમાં કપુર પરિવાર સામે કેસ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સનાતન ધર્મને કલંકિત કરતા  ગુના અવાર- નવાર સામે આવતા  હોય છે. સનાતન ધર્મની ધાર્મિક ભાવનાઓને નુકસાન પહોંચાડવાના આરોપમાં ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં રણબીર કપુર અને અન્ય કપુર પરિવારની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 295,509 હેઠળ કેસ દાખલ થયો છે. ફરિયાદી સંજય દીનાનાથ તિવારી દ્વારા મુંબઇ હાઇકોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોઇ અન્ય વિશેષ તહેવારની ઉજવણી દરમિયાન કેક પર નશીલો પદાર્થ છાંટીને તેને આગ લગાવીને જાણી બુઝીને હિંદૂ દેવી દેવતાઓનું આહ્વાન કરવામાં આવ્યું છે.

ફરિયાદમાં જણાવાયું છે કે, રણબીર કપુરે પોતાના સમગ્ર પરિવાર સાથે ક્રિસમસ ઉજવી હતી. આ દરમિયાન તેમના પરિવારના તમામ વૃદ્ધોની સાથે સાથે બાળકો પણ હાજર હતા. જેના કારણે આ ઉજવણીનો એક વીડિયો સામે આવ્યો છે, જે ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં કેક ઉપર વાઇન અને દારૂ નાખવામાં આવે છે અને રણબીર કપુર જય માતા દી કહીને તેમાં આગ લગાવે છે. જે પ્રકારે રણબીર કપુર કહે છે જય માતાજી, પરિવારના બાકી સભ્યો પણ જય માતાજી કહે છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, આ તમામે ઇરાદા પુર્વક હિંદુ ધર્મમાં પ્રતિબંધિત દારૂનો ઉપયોગ કરીને આગ લગાવવાની સાથે સાથે હિંદૂ દેવી-દેવતાઓનું આહ્વાન કરવામાં આવ્યું. આ વીડિયો ફરિયાદીની ધાર્મિક ભાવનાઓનું અપમાન કરવાના ઉદ્દેશ્યથી બનાવ્યું અને પ્રસારિત કર્યું.

હિંદુ ધર્મમાં કોઇ પણ દેવી-દેવતાઓનું આહ્વાન કરતા પહેલા અગ્નિ દેવતાનું આહ્વાન કરવામાં આવે છે. જેની માહિતી સમગ્ર કપુર પરિવારના અન્ય સભ્યોને હતી. તેમ છતા રણબીર કપુર જાતે કરીને કોઇ અન્ય ધર્મ વિશેષના તહેવાર દરમિયાન નશો કર્યો. દેવી-દેવતાઓનું આહ્વાન કરવા માટે આગ સળગાવી અને જય માતાજીના નારા લગાવ્યા હતા.