ક્રાઈમ@રાજકોટ: પોલીસ ઓફીસરે યુવતીને એકલા જોઈ કરી અભદ્ર માંગણી, ખાખી પર લાગ્યો ડાઘ

  • રાજકોટ પોલીસ પર આક્ષેપ
 
Rajkot Police

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

  • યુવતી પાસે અભદ્ર માગણી કરવાનો આક્ષેપ
  • ન્યારી ડેમ વિસ્તારની ઘટના


લોકો પોલીસને પોતાના રક્ષક ગણે છે. ગમે ત્યારે લોકોને મુશ્કેલી આવે ત્યારે લોકો પોલીસની મદદ લેતા હોય છે, ત્યારે ક્યારેક પોલીસ રક્ષકને બદલે ભક્ષક બનતા હોય તેવી ઘટના સામે આવે છે.

આવી જ એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે. રાજકોટ પોલીસે તબીબ યુવક અને યુવતી સાથે ગેરવર્તન કર્યું છે.પોલીસકર્મીઓએ યુવતી સાથે ગેરવર્તન કર્યું
રાજકોટના ન્યારી ડેમ વિસ્તારમાં PCR વેનમાં આવેલા પોલીસકર્મીઓએ યુવતી સાથે ગેરવર્તન કર્યું છે. ન્યારી ડેમ પાસે ફરવા આવેલી યુવતીના મોબાઈલ નંબર મેળવીને પોલીસે અભદ્ર માગણી કરી છે. આ ઘટના સામે આવ્યા બાદ DCP કક્ષાના અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. સાથે જ ઘટનાની તપાસ માટે કમિટીની રચના કરી છે. જેમાં પોલીસકર્મી કસૂરવાર સાબિત થશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

પ્રતિકાત્મક તસવીર

કસૂરવાર સાબિત થશે તો કાર્યવાહી કરાશે
PCR વેનમાં આવેલા પોલીસ કર્મીઓએ ન્યારી ડેમ વિસ્તારમાં યુવતી સાથે ગેરવર્તન કર્યું છે તેવો આક્ષેપ કરાયો છે. સમગ્ર ઘટનામાં આક્ષેપ એવો છે કે, પોલીસકર્મીએ યુવતી પાસે નંબર લઈને અભદ્ર માંગણી કરી છે. ઘટનાને પગલે DCP કક્ષાના અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. પોલીસકર્મી કસૂરવાર સાબિત થશે તો કાર્યવાહી કરવામાં આવશે. કહેવાય છે કે, રક્ષક ભક્ષક બને તો, એવો જ કિસ્સો આ રાજકોટથી સામે આવ્યું છે. પોલીસ કર્મીના આ ગેરવર્તન બદલ તેને સસ્પેન્ડ કરવા પણ માંગ કરવામાં આવી રહી છે.