ક્રાઈમ@દેશ: 14 વર્ષના કિશોરે 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું અને હત્યા કરી

બાળકી સાથે આચર્યું દુષ્કર્મ

 
ક્રાઈમ@દેશ: 14 વર્ષના કિશોરે 3 વર્ષની બાળકી સાથે  દુષ્કર્મ  આચર્યું અને હત્યા કરી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં બળાત્કારના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી  બળાત્કારની ઘટનાઓ સામે આવતી જ હોય છે.  છત્તીસગઢના બિલાસપુરથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. જે ઉંમર બાળકોની રમવા-ખેલવાની છે, ત્યાં એક 14 વર્ષના છોકરાએ 3 વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર કરીને તેની હત્યા કરી નાખી. આ ઘટના એકદમ ચોંકાવનારી છે. કોઈ માની જ ન શકે. આ સમાચારથી લોકો શરમ અનુભવી રહ્યા છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

હકીકતમાં, છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં પોલીસે ત્રણ વર્ષની બાળકી સાથે બળાત્કાર અને હત્યાના આરોપમાં 14 વર્ષના છોકરાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ આ ઘટના અંગે માહિતી આપી હતી. આ ઘટના અંગે બિલાસપુર જિલ્લાના પોલીસ અધિક્ષક રજનીશ સિંહે જણાવ્યું હતું કે, પોલીસે રવિવારે સિરગીટ્ટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક છોકરી સાથે બળાત્કાર અને હત્યાના આરોપમાં 14 વર્ષના કિશોરની ધરપકડ કરી હતી.

સિંહે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસે છોકરાના કાકા સામે પણ ગુનાની માહિતી છુપાવવા બદલ કેસ નોંધ્યો છે. તેમણે જણાવ્યું કે, બાળકીના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે, તેમની ત્રણ વર્ષની પુત્રી ગઈકાલે સાંજે લગભગ 4 વાગ્યે રમતી વખતે અચાનક ગુમ થઈ ગઈ હતી અને બાદમાં જ્યારે તેઓએ બાળકીની શોધ કરી તો તેમને માહિતી મળી કે પડોશમાં રહેતો બાળક પણ ત્યાં નથી.

બાળકીના પરિવારજનોના જણાવ્યા અનુસાર, બાળકી બાદમાં બાથરૂમમાંથી મળી આવી હતી અને બાળક પણ ઈજાગ્રસ્ત હાલતમાં ત્યાં પડ્યો હતો. પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું કે, જ્યારે પરિવારના સભ્યો બાળકીને લઈને હોસ્પિટલ પહોંચ્યા તો ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી.

સિંહે વધુમાં કહ્યું કે, સોમવારે બાળકીના શરીરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, જે મુજબ બાળકીના પ્રાઈવેટ પાર્ટ પર ઈજાના નિશાન હતા. પોલીસે બળાત્કાર અને હત્યાના આરોપમાં કિશોરની ધરપકડ કરી છે અને ગુનાની માહિતી છુપાવવાના આરોપમાં તેના કાકાની ધરપકડ કરી છે. હાલ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના અંગે આસપાસના લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.