ક્રાઈમ@જૂનાગઢ: માંગરોળમાં આરોપી બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હોવાની ફરિયાદ નોંધાઈ

5 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનુ કૃત્ય
 
 ક્રાઈમ@જૂનાગઢ: માંગરોળમાં આરોપી બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હોવાની ફરિયાદ નોંધાઈ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 જૂનાગઢના માંગરોળમાં મદરેસાનો મૌલાના બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હોવાની ફરિયાદ નોંધાઈ છે. વેરાવળ રોડ પર આવેલા મદરેસામાં ભણતા બાળકો સાથે કુકર્મ આચરવામાં આવ્યુ છે. કુકર્મ આચરનાર અન્ય કોઈ નહીં પરંતુ મદરેસાનો જ મૌલાના હોવાનું સામે આવ્યુ છે. મદરેસામાં ફજ બજાવતા મૌલાનાએ 15 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનુ કૃત્ય આચર્યુ.

બાળકે માતાપિતાને જાણ કરતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે પોક્સો હેઠળ ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ બે શખ્સોને રાઉન્ડઅપ કરીને પૂછપરછ હાથ ધરી છે. કેસની હકીકત મુજબ મદરેસામાં અભ્યાસ કરતા 15 વર્ષિય કિશોરે મૌલાના વિરુદ્ધ દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે 25 વર્ષના મૌલાનાની ધરપકડ કરી તેની સામે IPCની કલમ 377, 323, 506 અને 144 અને POCSO સહિતની કલમો ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે મૌલાનાએ અત્યાર સુધીમાં 7 વિદ્યાર્થીઓનું શારીરિક શોષણ કર્યુ છે. મૌલાનાએ સાત બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હોવાનુ સામે આવ્યુ છે. ગત દિવાળી વખતથી મૌલાનાએ શોષણ કરવાનુ શરૂ કર્યુ હતુ. મદરેસામાં ઉર્દુ શીખવવાના નામે મૌલાના બાળકોનું શોષણ કરતો હોવાનુ સામે આવ્યુ છે. જો કોઈ બાળક તેની સામે વિરોધ કરે તો મૌલાના જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હોવાની હકીકત સામે આવી છે.