ક્રાઈમ@મહારાષ્ટ્ર: 4 વર્ષની બાળકી પર 65 વર્ષના વૃદ્ધે બળાત્કાર કર્યા બાદ પથ્થરથી મારીને તેની હત્યા કરી

આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ માટે લોકો હવે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

મહારાષ્ટ્રના પુણેમાં ગઇકાલે એક વ્યક્તિએ 4 વર્ષની બાળકી પર બળાત્કાર કર્યા બાદ પથ્થરથી મારીને તેની હત્યા કરી દીધી. પોલીસે 65 વર્ષના આરોપીની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ માટે લોકો હવે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.

પોલીસ રિપોર્ટ મુજબ, બાળકી પુણેના ભોર તાલુકામાં રહેતી તેની નાનીના ઘરે ઉનાળાની રજાઓ મનાવવા આવી હતી. ભીમરાવ કાંબલે શુક્રવારે બપોરે લગભગ બે વાગ્યે બાળકીને લલચાવીને પોતાના ઘર પાસે આવેલા તબેલામાં લઈ ગયો. ત્યાં બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેની હત્યા કરી દીધી.

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અને એનસીપી  નેતા અનિલ દેશમુખે આ કેસમાં આરોપીને ફાંસી અને કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરાવવાની માગ કરી હતી.

આ પછી મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે સરકાર આ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરાવશે અને ગુનેગાર માટે ફાંસીની માગ કરશે.