ક્રાઈમ@લખનઉ: ધોરણ 10ની વિદ્યાર્થીની ઉપર યુવાને કર્યો બળાત્કાર, પછી હથોડા વડે કરી હત્યા

સગીરા પર હેવાનિયત, પકડાયો તો હેવાને કર્યું નાટક

 
ક્રાઈમ@લખનઉ: ધોરણ 10ની વિદ્યાર્થીની ઉપર યુવાને કર્યો બળાત્કાર, પછી હથોડા વડે કરી હત્યા

   અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ધોરણ 10માં  ભણતી 14 વર્ષની  બાળકીહેવાનનો ભોગ બની.પડોશી યુવાને ઘરમાં ઘુસીને સગીરા પર કર્યો રેપ,રેપ બાદ હત્યા કરીને લાશ પંખે લટકાવી દીધી

દેશમાં આજે ક્રાઈમની ત્રીજી મોટી ઘટના બની છે. સૌથી પહેલા મુંબઈમાં 56 વર્ષીય શખ્સે તેની લિવ ઈન પાર્ટનરની હત્યા કરીને લાશના ટુકડા કર્યાં હતા ત્યાર બાદ બીજી ઘટના બેંગ્લુરમાં બની હતી, અહીં એક યુવાને યુવતીની હત્યા કરીને ફરાર થઈ ગયો હતો, યુપીન લખનઉમાં બનેલી ત્રીજી ઘટના વધારે ચોંકાવનારી છે.

મુસ્લિમ યુવાને ઘરમાં ઘુસીને આચરી હેવાનિયત
લખનઉના ઈન્દિરા નગર વિસ્તારમાં શાહિદ નામના મુસ્લિમ યુવક એક મકાનમાં ઘૂસીને 14 વર્ષની એક સગીર છોકરી પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ તેણે હથોડો મારીને તેની હત્યા કરી નાખી હતી. પોલીસે મોડી રાત્રે આરોપી શાહિદની ધરપકડ કરી હતી.
પીડિત બાળકીના પિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી શાહિદ બુધવારે બપોરે અમારા ઘરમાં ઘુસી આવ્યો હતો. અને એકલતાનો લાભ લઈને બાળકી પર રેપ કર્યો હતો. રેપ બાદ પકડાઈ જવાની બીકે તેણે માથાના ભાગે હથોડા મારીને બાળકીને મારી નાખી હતી અને તેણે આપઘાત કર્યો છે તેવું દેખાય એટલે ડેડબોડી અધ્ધર લટકાવી દીધી હતી. પીડિતા 10મા ધોરણમાં ભણતી હતી.

આરોપી ઘણા સમયથી સગીરાની કરતા હતો પજવણી
બાળકીના પરિવારજનોએ જણાવ્યું કે, આરોપી તેમની દીકરીને ઘણા દિવસોથી પરેશાન કરી રહ્યો હતો. તે ઘરે એકલી હતી. બપોરે કામ પરથી આવ્યાં ત્યારે અમે શાહિદને ઘરમાંથી ભાગતો જોયો હતો. આ જોઈને અમને કંઈ ખોટું થયું હોવાનો શક પડતાં તેને પકડવાનો પ્રયાસ કર્યો તેમ છતાં તે ભાગી ગયો, ઘરની અંદર જઈને જોતા અમે દીકરીની લાશ લટકતી જોઈ હતી. પીડિતાની માતાનો આરોપ છે કે હત્યા આત્મહત્યા જેવી દેખાય એટલે આરોપીએ તેમની પુત્રીની લાશને ફાંસીને લટકાવી દીધી હતી.

આરોપીનું નાટક, પરિવારે મને અને પીડિતાને વાંધાજનક હાલતમાં પકડ્યાં
પીડિતાના પિતાએ પોલીસને જાણ કરતાં પોલીસ ઘેર આવી હતી અને ડેડબોડીને ઉતારીને પીએમ માટે મોકલી હતી. પીડિતાના પિતાએ બળાત્કાર અને હત્યાનો આરોપ લગાવતા પોલીસે આરોપી શાહિદ સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી. જોકે શાહિદે આ આરોપોને નકારી કાઢ્યા છે. ઉલટાનું તેણે એવું નાટક કર્યું પરિવારના સભ્યોએ મને અને પીડિતાને ઘરે વાંધાજનક હાલતમાં જોઈ ગયા હતા જે પછું ભાગી ગયો અને પછી મને ખબર નથી કે શું બન્યું.