બીપરજોય@દેશ: વાવાઝોડાએ વધારી મુશ્કેલી, જામકંડોરણા થી ગોંડલ જતો રસ્તો બંધ કરાયો,જાણો વધુ

બીપરજોય વાવાઝોડાની અસર રાજકોટ ગ્રામ્ય પંથકમાં વધુ જોવા મળી રહી છે.
 
Cyclone Biperjoydesh added to the problem Jamkandorana to Gondal road closed Know more

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભારે પવન સાથે વરસાદના કારણે રસ્તાનું ધોવાણ થઇ જતાં અહીં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે

બિપરજોય વાવાઝોડુ પસાર થયા બાદ પણ મુશ્કેલીનો અંત નથી આવ્યો, ભારે પવન અને વરસાદના કારણે જામકંડોરણાની ફોફળ નદી ગાંડીતૂર થઇ ગઇ છે.

જેના કારણે જામકંડોરણાથી ગોંડલ જતો રસ્તાનું ધોવાણ થયું છે. જામકંડોરણા તાલુકામાં મોડી રાતથી જ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ફોફળ નદી ઓવરફ્લો થતાં તેના ધસમસતા નીર રસ્તા પર ફરી વળ્યા હતા જેના કારણે રસ્તો બ્લોક થઇ ગયો છે. જામકંડોરણા ગોંડલ જવાનાં ડ્રાયવર્જન રસ્તાનું ધોવાણ થતા કોઇ દુર્ઘટના ન ઘટે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બૅંકના ચેરમેન લલિત ભાઈ રાદડિયા અને આર એન બીં ના અધિકારી નીરવ પીપળીયા સહિતના અધિકારી ઓ ફોફળ નદી ના પુલ ઉપર પહોંચી નિરક્ષણ કર્યું હતું.અધિકારીઓના જણાવ્યાં અનુસાર બે ત્રણ દિવસમાં પાણીના પૂર ઓસરતા ડ્રાયવર્જન રસ્તો વહેલી તકે શરૂ કરવામાં આવશે.

આગામી ત્રણ કલાકમાં આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

બિપરજૉય વાવાઝોડાએ લેન્ડફૉલ કરી લીધુ છે, ગુજરાતના દરિયા કાંઠે બિપરજૉયે જોરદાર તરખાટ મચાવી દીધો છે. IMDના ડિરેક્ટરે ગુરુવારે (15 જૂન) રાત્રે લગભગ 2 વાગ્યે જણાવ્યું હતું કે વાવાઝોડું બિપરજોય ઉત્તર પૂર્વ તરફ આગળ વધ્યું હતું અને ગુજરાતના જખૌ બંદર નજીકના પાકિસ્તાનના દરિયાકાંઠે સૌરાષ્ટ્ર-કચ્છને પાર કર્યું હતું. હવે બિપરજૉયે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે કરંટ સાથે તબાહી મચાવી છે.

વાવાઝોડું કચ્છ, સૌરાષ્ટ્ર પરથી પસાર થયું હતું. 6 કલાકમાં 13 કિ.મી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આગળ વધ્યુ હતું. વાવાઝોડું જખૌ બંદરથી 40 કિ.મી ઉત્તર પૂર્વ તરફ ફંટાયું હતું. વાવાઝોડુ દક્ષિણ રાજસ્થાનમાં જઈ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શાંત પડશે. બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં હજારોની સંખ્યામાં વીજ પોલ ધરાશાયી થયા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો. વાવાઝોડા બાદ અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતી

આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી

હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. જે અનુસાર કચ્છ, દેવભૂમિ દ્વારકા, મોરબી અને જામનગરમાં આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન 41-61 કિમી પ્રતિ કલાકની ઝડપ (ઝાપટામાં) સંભવ છે.

આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગર્હ ગીર-સોમનાથ, અમરેલીમાં આગામી ત્રણ કલાકમાં મધ્યમ વરસાદ પડી શકે છે. આ દરમિયાન આ જિલ્લાઓમાં 40 kmph કરતાં ઓછી ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

આગામી ત્રણ કલાકમાં મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ભાવનગર, બોટાદ, આણંદ, ખેડા, ભરૂચ, સુરત, નર્મદા, મહિસાગર, પંચમહાલ, વડોદરા નવસારી, વલસાડ, તાપી, ડાંગ અને દમણ દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ પડી શકે છે. આ દરમિયાન પવનની ઝડપ 40 કિમી પ્રતિ કલાક કરતા ઓછી રહી શકે છે.