બ્રેકિંગ@દેશ: બિપોરજોય વાવાઝોડું હવે રાજસ્થાનમાં, ભારે પવન સાથે વરસાદ શરુ, આ પરીક્ષાઓ સ્થગિત
અટલ સમાચાર, ડેસ્ક
અરબ સાગરમાંથી ઉઠેલા ચક્રવાત બિપોરજોયે રાતના 10 વાગ્યાની આસપાસ રાજસ્થાનમાં એન્ટ્રી થઈ ગઈ છે. બાડમેરમાં ભારત-પાક બોર્ડર નજીક રણ વિસ્તાર જે ગુજરાત અને પાકિસ્તાનથી અડીને આવેલ છે, ત્યાંથી પ્રવેશ કર્યો. શરુઆત ગાળામાં પશ્ચિમી રાજસ્થાનના બાડમેર, સિરોહી, પાલી, જેસલમેર, જોધપુર અને જાલોરમાં હવામાન બદલાયું. વંટોળની સાથે વરસાદ પણ થયો. તોફાનની અસરને જોતા જોધપુર યૂનિવર્સિટીની 16 અને 17 જૂને યોજાનારી પરીક્ષાઓ સ્થગિત કરી દીધી છે.
આપદા વિભાગ તરફથી 24 કલાકમાં તોફાન જયપુર, ટોંક, બૂંદી, અજમેર, ભીલવાડા જિલ્લાની આસપાસના વિસ્તારમાં ભારે પવનની આકાશીય વીજળી પડવાની આશંકા વ્યક્ત કરી છે. વિભાગે 60 કિમીની ઝડપે પવન ફુંકાવાની સંભાવના વ્યક્ત કરી છે. આ અગાઉ બિપોરજોયની અસરથી જાલોર જિલ્લાના સાંચૌરમાં 3 વાગ્યા બાદથી અચાનક પવન ફુંકાવા લાગ્યો હતો. તો વળી બાડમેરના ગ્રામિણ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો. જેસલમેરમાં પણ ભણિયાણાના ઝાબરા ગામમાં હળવો વરસાદ થયો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાત બોર્ડરથી અડીને આવેલા સાંચૌરના ડુંગરી ગામમાં પણ તેની અસર જોવા મળી હતી. આ ઉપરાંત આજૂબાજૂના 36 ગામડામાં વરસાદ થયો હતો. સાંચૌરમાં બે દિવસથી બજાર બંધ છે. તો વળી બાડમેર ગુડામાલાની અને તેની આજૂબાજૂના વિસ્તારમાં વરસાદ શરુ થઈ ગયો છે. સાંજ થતાં થતાં તેની અસર પાલી અને સિરોહીમાં જોવા મળી શકે છે. પાલીના સુમેરપુર, તખતગઢ અને સિરોહી શહેર સહિત માઉન્ટ આબૂમાં ભારે પવન સાથે વરસાદ થયો.
ચક્રવાતને જોતા માઉન્ટ આબૂમાં કાર્યવાહ મજિસ્ટ્રેટ ડો. શુભમંગલાએ બે દિવસ સુધી માઉન્ટની તમામ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલોમાં રજા જાહેર કરી દીધી છે. અહી ઉલ્લેખનિય છે કે, ઉનાળું વેકેસન નથી હોતું. ત્યારે આવા સમયે સ્કૂલ માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. તેની સાથે નખી લેકમાં પણ બે દિવસ માટે બોટિંગ પર રોક લગાવી દીધી છે.