હવામાન@દેશ: બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાત રેમલ વાવાઝોડામાં ફેરવાઈ જશે અને બંગાળના દરિયાકાંઠે ટકરાશે

 બંગાળના દરિયાકાંઠે ટકરાશે

 
હવામાન@દેશ: બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાત રેમલ વાવાઝોડામાં ફેરવાઈ જશે અને બંગાળના દરિયાકાંઠે ટકરાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે. ત્યારેય કેટલીક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. કેટલીક જગ્યાએ ગરમી  છે, તો કોઈક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે.  બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાત રેમલ આગામી 6 કલાકમાં વાવાઝોડામાં ફેરવાઈ જશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રેમલ રવિવારે મોડીરાતે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળમાં સાગર દ્વીપના ખેપુપાડામાં ટરકાશે. આ દરમિયાન લગભગ 135 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. રેમલની સૌથી વધુ અસર પૂર્વ મેદિનીપુર, 24 પરગણા, સુંદરવન મેન્ગ્રોવમાં થશે.

વાવાઝોડાના કારણે હવામાનમાં આવેલા બદલાવને જોતા કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ એરપોર્ટને રવિવારે બપોરે 12 વાગ્યાથી સોમવારે રાત્રે 9 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે 394 ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. આ સિઝનમાં બંગાળની ખાડીમાં સર્જાયેલું આ પહેલું પ્રી-મોન્સુન ચક્રવાત છે. આ નામ ઓમાન દ્વારા આપવામાં આવ્યું છે. રેમલ અરબી શબ્દ છે, જેનો અર્થ રેતી થાય છે.


રેમલ વાવાઝોડાના કારણે પૂર્વ મેદિનીપુરમાં ભારે વરસાદ શરૂ થયો છે. અહીં, પશ્ચિમ ત્રિપુરાના કલેક્ટર વિશાલ કુમારે પણ કહ્યું કે ચેતવણીને ધ્યાનમાં રાખીને NDRF અને અન્ય ટીમો તૈયાર છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થાનો પર લઈ જવાની અને જરૂર પડે તો રાહત આપવાની તૈયારી કરી રહી છે. દક્ષિણ 24 પરગના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર પ્રદીપ કુમારના જણાવ્યા અનુસાર, 14 ગ્રામ પંચાયત કંટ્રોલ રૂમ કાર્યરત છે. NDRFની ટીમ પહેલેથી જ તહેનાત છે. ગોસાબામાં અનેક ફ્લેટ અને શાળા, રેસ્ક્યુ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રેમલ ટકરાવાના સમયે બંગાળની ખાડીમાં લગભગ 1.5 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે. જેના કારણે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સંભાવના છે. હવામાન વિભાગે માછીમારોને ઉત્તરમાં દરિયામાં ન જવાની સલાહ આપી છે.

પશ્ચિમ બંગાળના દક્ષિણ અને ઉત્તર 24 પરગણાના જિલ્લાઓમાં 26-27 મેના રોજ વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કોલકાતા, હાવડા, નાદિયા અને પૂર્વા મેદિનીપુર જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ ચાલુ છે. ઉત્તર ઓડિશામાં, બાલાસોર, ભદ્રક અને કેન્દ્રપરામાં 26 અને 27 મેના રોજ ભારે વરસાદ પડશે, જ્યારે 27 મેના રોજ મયુરભંજમાં વરસાદની સંભાવના છે.