TMKOC@દેશ: 'હે મા માતાજી'થી ગુંજી ઊઠશે ગોકુલધામ, દયાભાભી શોમાં કરશે કમબેક, જાણો ક્યારે ?

 
Dayabhabhi

અટલ સમાચાર, ડેસ્ક

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાભાભીનો રોલ નિભાવનાર દિશા વાકાણી ફેન્સમાં ઘણાં જ લોકપ્રિય છે. દિશા વાકાણી 2017થી શોમાં જોવા મળતાં નથી. ચાહકો દિશા વાકાણીને ઘણી જ મિસ કરે છે. પરંતુ હવે દર્શકોની આતુરતાનો અંત થોડા જ સમયમાં આવી જશે. હાલમાં જ આ શોને 15 વર્ષ પૂરાં થયાં છે. આ ખાસ દિવસે શો સાથે સંકળાયેલા તમામ કલાકારોએ દર્શકોનો તેમના પર અપાર પ્રેમ વરસાવવા બદલ આભાર માન્યો છે. જો કે, લોકો શોની આખી સ્ટાર કાસ્ટને પસંદ કરે છે. હાલમાં જ એવા સમાચાર પણ આવ્યા હતા કે દયાભાભી ટૂંક સમયમાં પરત ફરવાના છે. આ દરમિયાન શોનાં 15 વર્ષ પૂરાં થવાની ખુશીમાં મેકર્સે દયાભાભીની કમબેક અંગે મોટી જાહેરાત કરી છે.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નિર્માતા અસિત મોદીએ 15 વર્ષ પૂરાં થવાના ખાસ દિવસ પર જાહેરાત કરી કે તેઓ ટૂંક સમયમાં જ દયાભાભીને પરત લાવવાના છે. તેમણે આ વિશે વધુમાં કહ્યું, '15 વર્ષની આ યાત્રા પૂર્ણ કરવા પર દરેકને અભિનંદન. દિશા વાકાણી ઉર્ફે દયાભાભીને આપણે ક્યારેય ભૂલી ન શકીએ એવા કલાકાર. તેણે ફક્ત ફેન્સ જ નહીં પરંતુ વર્ષોથી અમને પણ ખૂબ હસાવ્યાં છે. ફેન્સ તેમના કમબેકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને હું તમને વચન આપું છું કે દિશા વાકાણી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ખૂબ જ જલદી પાછાં આવી રહ્યાં છે. થોડા સમય પહેલાં એપિસોડમાં જેઠાલાલ દયાના નાના ભાઈ સુંદરને પૂછે છે કે 'દયા ક્યારે અમદાવાદથી ઘરે (ગોકુલધામ સોસાયટી) પરત ફરી રહી છે. જેના પર સુંદરે બધાને કહ્યું કે દયાબેન આ વર્ષે નવરાત્રિ કે દિવાળી પર પરત ફરશે.'

દિશા વાકાણી શરૂઆતથી જ આ શોમાં દયાબેનનો રોલ નિભાવે છે. તે 2017માં મેટરનિટી લીવ પર ગઈ હતી અને ક્યારેય પાછી આવી નથી. શોના ફેન્સ અને મેકર્સ છેલ્લાં 6 વર્ષથી તેના કમબેકની રાહ જોઈ રહ્યા છે. અગાઉ એક ઇન્ટરવ્યૂમાં શોના નિર્માતા અસિત મોદીએ કહ્યું હતું કે 'તેઓ ઘણાં વર્ષોથી દિશાના શોમાં પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. હવે તેઓએ દયાબેનના રોલ માટે નવી અભિનેત્રીની શોધ શરૂ કરી છે. પરંતુ દયાબેનની જગ્યા અન્ય એક્ટ્રેસને આપવી સરળ નથી. પરંતુ પ્રયત્ન ચોક્કસપણે કરીશ.'

ટીવીના સૌથી પ્રિય અને લાંબા સમય સુધી ચાલતા શોમાંથી એક આ શો આ દિવસોમાં તમામ ખોટા કારણોસર ચર્ચામાં છે. ઘણા જૂના કલાકારોએ શો છોડી દીધો ત્યારથી દર્શકોનો રસ ઓછો થઈ ગયો છે. શોના નિર્માતા અસિતકુમાર મોદી ઉપર પણ અનેક કલાકારોએ જાતીય અને માનસિક ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. દિશાએ 2015માં મુંબઈના CA મયૂર પડિયા સાથે લગ્ન કર્યાં હતાં. દિશાએ 2017માં નવેમ્બર મહિનામાં દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો. દિશાએ ઓક્ટોબર 2017થી મૅટરનિટી બ્રેક લીધો હતો. દિશા છ મહિનાના બ્રેક બાદ શોમાં પરત ફરવાની હતી. જોકે તે આજદિન સુધી પાછી આવી નથી. ત્યાર બાદ 2022માં દિશા દીકરાની માતા બની હતી. આ દરમિયાન અનેકવાર એ વાતની ચર્ચા થઈ હતી કે દિશા વાકાણી શોમાં પરત ફરે છે.

દિશા વાકાણી 'તારક મહેતા..'માં 2008થી જોડાયેલી છે. દિશાએ ઓક્ટોબર, 2017થી મૅટરનિટી બ્રેક લીધો હતો. દિશા છ મહિનાના બ્રેક બાદ શોમાં પરત ફરવાની હતી. જોકે તે આજ દિન સુધી પાછી આવી નથી. આ દરમિયાન અનેકવાર એ વાતની ચર્ચા થઈ હતી કે દિશા વાકાણી શોમાં પરત ફરે છે. 2019માં ઓક્ટોબરમાં દિશા વાકાણી જોવા મળી હતી. એ સમયે દિશા વાકાણીએ ફોન પર જેઠાલાલ સાથે વાત કરી હતી.