નિર્ણય@અયોધ્યા: રામમંદિરના પહેલા CEO પૂર્વ એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાને બનાવ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પૂર્વ એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાને અયોધ્યા રામ મંદિરના પહેલા CEO (ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર) બનાવ્યા છે. બુધવારે યોજાયેલી ટ્રસ્ટની બેઠકમાં તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી.
દેવરિયાના રહેવાસી જિતીન્દ્ર મિશ્રાએ ઓપરેશન સિંદૂરમાં પશ્ચિમી વાયુ કમાનને લીડ કરી હતી.
આ સિવાય બેઠકમાં દિલ્હીના મહેશ ભાગચંદકા, અયોધ્યાના એડવોકેટ મદન મોહન પાંડે અને RSS સાથે જોડાયેલા શિકોહાબાદના નિર્મલા યાદવને ટ્રસ્ટી બનાવ્યાં છે.
7 જૂને દાન ચોરીનો મામલો સામે આવ્યો હતો. આ મામલે 8 આરોપી જેલમાં છે. આ પહેલા 2 જુલાઈએ યોજાયેલી બેઠકમાં મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું હતું. નિવૃત્ત IFS કૃષ્ણ મોહનને કાર્યવાહક મહાસચિવ બનાવ્યા. ત્યાં જ, 26 જુલાઈએ 9 સંતોની ધાર્મિક સમિતિ બનાવવામાં આવી હતી.
નવા ટ્રસ્ટીઓ વિશે જાણો:
એડવોકેટ મદન મોહન પાંડે- રામ જન્મભૂમિ-બાબરી વિવાદ મામલે રામલલા તરફથી કાનૂની પક્ષ રજૂ કરનારી ટીમનો ભાગ રહ્યા છે. અલાહાબાદ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં રામ જન્મભૂમિ સાથે જોડાયેલા પક્ષની દલીલોમાં મહત્વની ભૂમિકા ભજવી. જાન્યુઆરી 2024માં એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું- સુપ્રીમ કોર્ટનો ચુકાદો તેમની 51 વર્ષની કારકિર્દીની સૌથી મોટી સિદ્ધિ રહ્યો.
મહેશ ભાગચંદકા- દિલ્હીના વેપારી છે. અશોક સિંઘલ ફાઉન્ડેશન ચલાવે છે. તેમણે ઘણા પુસ્તકો પણ લખ્યા છે, જેમાં ‘અશોક સિંઘલ: હિન્દુત્વ કે પુરોધા’, ‘બોલતી અનુભૂતિયાં’ અને ‘શ્રી રામ મંદિર કાવ્ય યાત્રા’મુખ્ય છે. તેઓ અશોક સિંઘલના સંબંધી પણ છે. 2020માં રામ મંદિરના ભૂમિ પૂજનના ધાર્મિક અનુષ્ઠાનોમાં તેઓ મુખ્ય યજમાન રહ્યા હતા. આ પછી 22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા દરમિયાન પણ યજમાન રહ્યા.

