નિર્ણય@દેશ: વરસાદી પાણીનો ઉપયોગ કરતા હશે તેવા ખેડૂતના ખેતરમાં વધુ એક વીજ જોડાણ આપવાનો નિર્ણય
ખેડુતોને વધુ એક વીજ જોડાણ મળશે.
Nov 17, 2023, 14:12 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાત સરકારે ખેડૂતો માટે મહત્વનો નિર્ણણ લીધો છે. જે ખેડૂત તેના ખેતરમાં વરસાદી પાણીનો ઉપયોગ કરતા હશે તેવા ખેડૂતના ખેતરમાં વધુ એક વીજ જોડાણ આપવાનો નિર્ણય કરાયો છે. ડિસાના ધારાસભ્ય પ્રવીણ માળી દ્વારા ઉર્જા પ્રધાનને સરફેસ વૉટર વાપરવા ઈચ્છતા ખેડૂતોને હયાત વીજ કનેક્શન સિવાય વધું એક વીજ કનેક્શન આપવા રજુઆત કરી હતી. સરકારના આ નિર્ણય સાથે ખેડૂતો કેનાલ, તળાવો, નદી, ખાડી, ડેમ, ચેકડેમ, સુજલામ સુફલામ્ અંતર્ગત ભરાતા તળાવો, ખેત તલાવડી, તેમજ અન્ય વરસાદી સ્ત્રોતો માધ્યમથી સિંચાઇ કરવા હેતુ ખેડુતોને વધુ એક વીજ જોડાણ મળશે.