નિર્ણય@દેશ: ભારતમાં WhatsAppની મોટી કાર્યવાહી, એક ઝાટકે 75,48000 એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજના સમયમાં જેમના હાથમાં સ્માર્ટફોન છે, તે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppનો ઉપયોગ કરે છે. મોટાભાગના લોકો WhatsApp દ્વારા એકબીજા સાથે જોડાયેલા રહે છે. વિશ્વભરમાં 2 અબજથી વધુ લોકો તેનો ઉપયોગ કરે છે. કંપની સમય સમય પર તેના યુઝર્સની સુવિધા માટે નવા ફીચર્સ લાવતી રહે છે, તે સમયે સમયે કડક પગલાં પણ લે છે. તાજેતરમાં કંપનીએ ભારતમાં કેટલાક લાખ ખાતાઓ સામે કડક કાર્યવાહી કરી છે.
WhatsAppએ ભારતમાં લગભગ 75,48,000 એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે.
રિપોર્ટ અનુસાર, Metaની માલિકીની આ લોકપ્રિય એપએ નવા IT કાયદા હેઠળ લાખો એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવાનું આ પગલું ભર્યું છે. મેટા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર વચ્ચે ભારતમાં લગભગ 75 લાખ 48 હજાર વોટ્સએપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
WhatsApp એવા એકાઉન્ટ્સ પર કડક નજર રાખે છે જે નિયમોની વિરુદ્ધ પ્લેટફોર્મ પર કામ કરે છે. કંપનીએ કહ્યું કે તેને ઓક્ટોબર 2023માં લગભગ 9,063 ફરિયાદો મળી છે. હવે વ્હોટ્સએપે ગોપનીયતા અને નીતિના ઉલ્લંઘનને લઈને લાખો એકાઉન્ટ્સ સામે કડક કાર્યવાહી કરી છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ સપ્ટેમ્બર મહિનામાં પણ WhatsApp દ્વારા પોલિસીનું ઉલ્લંઘન કરતા એકાઉન્ટ્સ પર ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. કંપનીએ સપ્ટેમ્બર મહિનામાં લગભગ 71.1 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો. WhatsApp હાલમાં તેના યુઝર્સની ગતિવિધિઓ પર કડક નજર રાખી રહ્યું છે.