નિર્ણય@દિલ્હીઃ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય:પાસપોર્ટમાંથી પિતાનું નામ હટ્યું
જન્મસ્થળ અને સરનામામાં પણ તફાવત રહેશે
Nov 26, 2026, 15:05 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કેન્દ્ર સરકારે પાસપોર્ટના નિયમોમાં મોટો બદલાવ કર્યો છે.હવે નવા પાસપોર્ટમાં અરજદારના પિતા કે માતાનું નામ છાપવામાં આવશે નહીં. પાસપોર્ટના છેલ્લા પેજ પર પિતાના નામની કોલમ ખાલી રહેશે.
સરકારનું કહેવું છે કે આ નિર્ણયથી સિંગલ પેરેન્ટ અને છૂટા પડેલા પરિવારના બાળકોને ફાયદો થશે. તેમની અંગત માહિતી બધાની સામે નહીં આવે.આ સાથે હવે પાસપોર્ટમાં ઘરનું સરનામું પણ છાપવામાં આવશે નહીં.
તેના બદલે બારકોડ હશે, જેને અધિકારી સ્કેન કરીને માહિતી જોઈ શકશે.1 ઓક્ટોબર 2023 પછી જન્મેલા બાળકો માટે જન્મ પ્રમાણપત્ર જ માન્ય ગણાશે.

