બ્રેકિંગ@દેશ: કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

 
Rajnath Singh

અટલ સમાચાર, ડેસ્ક

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. અધિકારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. રાજનાથ સિંહમાં હળવા લક્ષણો છે જેના પછી તેમણે પોતાને હોમ આઇસોલેટ કરી દીધા હતા.


રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગઈકાલે દિલ્હીના માણેકશા સેન્ટરમાં આયોજિત કમાન્ડર કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. બીજી તરફ, રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં ભારતીય વાયુસેના કમાન્ડર્સની કોન્ફરન્સમાં ભાગ લેવાના હતા. પરંતુ કોરોના પોઝિટિવ આવ્યા બાદ આજે તેઓ આ કોન્ફરન્સમાં ભાગ લેશે નહીં.