કાર્યવાહી@દિલ્હી: કોર્ટે સરકારી ભંડોળના દુરુપયોગના કેસમાં કેજરીવાલ વિરુદ્ધ FIR દાખલ કરવાનો આદેશ આપ્યો
કેજરીવાલ પર પ્રચાર માટે મોટા હોર્ડિંગ્સ લગાવવામાં જાહેર નાણાંનો દુરુપયોગ કરવાનો આરોપ છે.
Mar 12, 2025, 12:23 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કેજરીવાલ વિરુદ્ધ FIR દાખલ કરવાનો આદેશ કોર્ટે આપ્યો. રાઉઝ એવન્યુ કોર્ટે સરકારી ભંડોળના દુરુપયોગના કેસમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ FIR દાખલ કરવાનો આદેશ આપ્યો છે. કેજરીવાલ પર પ્રચાર માટે મોટા હોર્ડિંગ્સ લગાવવામાં જાહેર નાણાંનો દુરુપયોગ કરવાનો આરોપ છે.
કેજરીવાલ અને બે અન્ય નેતાઓ ગુલાબ સિંહ અને નીતિકા શર્મા વિરુદ્ધ FIR દાખલ કરવાની માગ કરતી અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે દિલ્હી પોલીસને કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો. કોર્ટે 18 માર્ચ સુધીમાં પોલીસ પાસેથી કેસનો સ્ટેટસ રિપોર્ટ પણ માંગ્યો છે.