ધાર્મિકઃ ભારતના આ મંદિરમાં આવનાર ભક્તોને પ્રસાદના રૂપમાં સોના-ચાંદીના ઘરેણા આપવામાં આવે છે
file photo
અહીં દરરોજ ભક્તોની ભારે ભીડ લાગે છે. આ મંદિરના પ્રત્યે ભક્તોની ખૂબ વધુ આસ્થા છે. તેના લીધે ભક્તો અહીં દરરોજ મા મહાલક્ષ્મીને કરોડો રૂપિયાના દાગીના ચઢાવે છે. આ ઉપરાંત ભક્તો અહીં કેશ પણ ચઢાવે છે. 

અટલ સમાચાર, ડેસ્ક

ભારતમાં લાખો મંદિર છે. દેશમાં ભાગ્યે જ એવું કોઇ ગામ જોવા મળશે જ્યાં કોઇ મંદિર ન હોય. તેમાંથી તમામ એવા મંદિર પણ છે, જે પોતાની અંદર ઘણા પ્રકારના રહસ્યોને સમાવીને બેઠા છે. આ ઉપરાંત તમામ મંદિરોની પોતાની અલગ ઓળખ તથા પોતાનું અલગ મહત્વ છે. એવા ઘણા રહસ્યોને પોતાની અંદર સમાયેલું એક મંદિર મધ્ય પ્રદેશના રતલામમાં આવેલું છે. આ મંદિરનું નામ મહાલક્ષ્મી છે. 

મહાલક્ષ્મી મંદિર મધ્ય પ્રદેશના માણકમાં આવેલું છે. આ મંદિર આ કારણે અનોખું છે કારણ કે અહીં આવનાર ભક્તોને પ્રસાદના રૂપમાં લાડવા કે કોઇ ખાવાની વસ્તુ મળતી નથી, પરંતુ સોના-ચાંદીના ઘરેણા આપવામાં આવે છે. આ પ્રકારે તમે કહી શકો છો કે મહાલક્ષ્મી મંદિરમાં આવનાર દરેક ભક્ત અહીંથી માલામાલ થઇને જાય છે. મંદિરમાં આવનાર દરેક ભક્તને અહીં પ્રસાદના રૂપમાં સોના ચાંદીના સિક્કા અને ઘરેણા લઇ જવા માટે કહેવામાં આવે છે. આ મંદિર માં મહાલક્ષ્મીનું છે. અહીં દરરોજ ભક્તોની ભારે ભીડ લાગે છે. આ મંદિરના પ્રત્યે ભક્તોની ખૂબ વધુ આસ્થા છે. તેના લીધે ભક્તો અહીં દરરોજ મા મહાલક્ષ્મીને કરોડો રૂપિયાના દાગીના ચઢાવે છે. આ ઉપરાંત ભક્તો અહીં કેશ પણ ચઢાવે છે. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો


દીવાળીના અવસરે આ મંદિરમાં ધન કુબેરનો દરબાર લગાવવામાં આવે છે. આ દરમિયાન ધનતેરસથી માંડીને પાંચ દિવસ સુધી મંદિરમાં દીપોત્સવનું આયોજન કરવામાં આવે છે અને મંદિરને ફૂલોથી નહી પરંતુ રૂપિયા અને ઘરેણાથી શણગારવામાં આવે છે. ધન કુબેરના દરબારમાં જ ભક્તોને પ્રસાદના રૂપમાં સોના-ચાંદીના ઘરેણા અને રૂપિયા આપવામાં આવે છે. 

દીવાળીના સમયે મંદિરના કપાટ 24 કલાક ખુલ્લા રહે છે. કહેવામાં આવે છે કે ધનતેરસના દિવસે મહિલાઓ માટે અહીં કુબેરની પોટલી ખોલવામાં આવે છે અને જે પણ ભક્ત અહીં આવે છે તે ખાલી હાથ પરત ફરતો નથી. મંદિરમાં દાયકાઓથી ઘરેણા અને રૂપિયા ચલાવવાની પરંપરા ચાલી આવે છે.  માન્યતા છે કે જૂના જમાનામાં અહીંના રાજા રાજ્યની સમૃદ્ધિ માટે ઘન અને ઘરેણા ચઢાવતા હતા. આ પરંપરાને ભક્તોએ આગળ પણ વધારી અને હવે તે પણ માતાના ચરણોમાં દાગીના, પૈસા વગેરે ચઢાવવા લાગ્યા છે. કહેવામાં આવે છે કે આમ કરવાથી લક્ષ્મીની કૃપા તેમના પર બની રહે છે.