રિપોર્ટ@દેશ: પોર્ન સ્ટાર કેસમાં દોષિત ડોનાલ્ડ ટ્રમ્પને આજે સજા સંભળાવવામાં આવશે

ટ્રમ્પને આજે સજા સંભળાવવામાં આવશે
 
રિપોર્ટ@દેશ: પોર્ન સ્ટાર કેસમાં દોષિત ડોનાલ્ડ ટ્રમ્પને આજે સજા સંભળાવવામાં આવશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવરા કેટલાક કેસો સામે આવતા હોય છે. પોર્ન સ્ટાર કેસમાં દોષિત ડોનાલ્ડ ટ્રમ્પને આજે સજા સંભળાવવામાં આવશે. 30 મેના રોજ, કોર્ટે ટ્રમ્પને પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને મોઢુ બંધ રાખવા માટે પૈસા ચૂકવવા અને ચૂંટણી પ્રચાર દરમિયાન બિઝનેસ રેકોર્ડ્સ ખોટી હેરાફેરી કરવા મામલે દોષિત ઠેરવ્યા હતા.

ન્યૂયોર્કમાં લગભગ છ અઠવાડિયા સુધી ચાલેલા ટ્રાયલમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને 34 આરોપોમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. આ મામલો 2016માં અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા તે પહેલા બન્યો હતો. તેના ખુલાસા બાદ અમેરિકાના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ રાષ્ટ્રપતિ વિરુદ્ધ ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો હોય.


ટ્રમ્પ પર બિઝનેસ રેકોર્ડ ખોટો બતાવાના 34 આરોપ છે. આ તમામ આરોપો પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા ચૂપ રહેવા માટે 1 લાખ 30 હજાર ડોલર (લગભગ 1 કરોડ 7 લાખ રૂપિયા) આપવા સંબંધિત છે.
11 આરોપ ચેક પર હસ્તાક્ષર સાથે સંબંધિત છે. અન્ય 11 આરોપો કોહેને કંપનીને સબમિટ કરેલા ખોટા ઇન્વૉઇસ સાથે સંબંધિત છે અને બાકીના 12 આરોપો રેકોર્ડમાં ખોટી માહિતી આપવા સંબંધિત છે.

ટ્રમ્પના વકીલ માઈકલ કોહેને આરોપ લગાવ્યો હતો કે તેણે ટ્રમ્પના કહેવા પર સ્ટોર્મીને પૈસા આપ્યા હતા, જેથી તે 2016ની ચૂંટણી પહેલા ટ્રમ્પ સાથેના અફેર વિશે કંઈ ન બોલે.

આરોપ છે કે ટ્રમ્પે રાષ્ટ્રપતિ બન્યા બાદ કોહેનને પૈસા પરત કર્યા હતા. આ માટે તેણે કોહેનને 10 મહિના સુધી અનેક ચેક આપ્યા. તેઓએ તેને કાનૂની ફી તરીકે રેકોર્ડમાં દર્શાવ્યું, જે ખરેખરમાં ગુનાને છુપાવવા માટે કરવામાં આવેલી ચુકવણી હતી.

આરોપો સાથે જોડાયેલા દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પે ન્યૂયોર્કના બિઝનેસ રેકોર્ડમાં વારંવાર ખોટી માહિતી આપી, જેથી તે પોતાનો ગુનો છુપાવી શકે અને ચૂંટણીમાં ફાયદો મેળવી શકે.

5 એપ્રિલ, 2023ના રોજ મેનહટન કોર્ટમાં ટ્રમ્પ વિરુદ્ધ 34 આરોપો ઘડવામાં આવ્યા હતા.


હવે જોવાનું એ રહે છે કે ટ્રમ્પને સજા તરીકે જેલમાં ધકેલી દેવામાં આવશે કે પછી દંડ ભરીને છોડી મુકવામાં આવશે. જોકે, બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર ટ્રમ્પને સજા થવામાં હજુ થોડો સમય લાગી શકે છે. આ મહિનાની શરૂઆતમાં, યુએસ સુપ્રીમ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પના પક્ષમાં મોટો નિર્ણય આપ્યો હતો.

કોર્ટે કહ્યું હતું કે ટ્રમ્પનું રાષ્ટ્રપતિ રહેવા દરમિયાન લેવામાં આવેલા સત્તાવાર નિર્ણયો પર કાનૂની કાર્યવાહી કરી શકાય નહીં. જો કે, શું સત્તાવાર છે અને શું નથી તે નક્કી કરવા માટે સુપ્રીમ કોર્ટે આ કેસને નીચલી કોર્ટમાં મોકલ્યો હતો.

આવી સ્થિતિમાં 11 જુલાઈએ આપવામાં આવનાર સજા અંગે ટ્રમ્પના વકીલોએ જજને અપીલ કરી છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ હવે પૂર્વ રાષ્ટ્રપતિની સજા રદ કરવામાં આવે. હવે જજ મર્ચેને નિર્ણય લેવો પડશે કે ટ્રમ્પની સજાને રદ્દ કરવી કે નહીં.