બ્રેકિંગ@દેશ: રાજસ્થાનથી મણિપુર સુધી વહેલી સવારે ભૂકંપ, અહીં તો 1 કલાકમાં 3 વાર આંચકા અનુભવાયા
અટલ સમાચાર, ડેસ્ક
રાજસ્થાનથી લઈને મણિપુર સુધી શુક્રવાર સવારે ભૂકંપના ભારે ઝટકા અનુભવાયા હતા. એક તરફ રાજસ્થાનમાં વારંવાર ભૂકંપના ઝટકા આવી રહ્યા છે, તો બીજી તરફ મણિપુરમાં પણ ભૂકંપ આવ્યો હતો. રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક કલાકમાં ત્રણ વાર ધરતી ડોલી હતી અને ભૂકંપના ઝટકાથી ડરેલા લોકો ઘરની બહાર ભાગતા દેખાયા હતા. જયપુર સહિત આજૂબાજૂના વિસ્તારમાં ભૂકંપના ઉપરાઉપરી આંચકા અનુભવાયા હતા.જયપુરમાં રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ક્રમશ: 3.1, 3.4 અને 4.4 માપવામાં આવી હતી. હાલમાં કોઈ નુકસાનના સમાચાર આવ્યા નથી.
સમાચાર એજન્સી ANIના જણાવ્યા અનુસાર, જયપુર શહેરમાં શુક્રવાર એટલે કે આજે સવારે એક કલાકની અંદર ત્રણ વાર ભૂકંપના ઝટકા અનુભવાયા હતા અને ત્રણ વાર તેની તીવ્રતા અલગ અલગ માપવામાં આવી હતી. જયપુરમાં સૌથી લેટેસ્ટ ભૂકંપના ઝટકા સવારે 4 કલાકને 25 મિનિટ પર અનુભવાયા હતા. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4 હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ તેની સૂચના આપી હતી. આ ભૂકંપની ઊંડાઈ 10 કિમી હતી.
સમાચાર એજન્સી ANI એ જણાવ્યું છે કે, આ અગાઉ 4.22 મિનિટ પર ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 3.4 માપવામાં આવી હતી. તો વળી સૌથી જોરદાર ભૂકંપ 4 કલાકને 9 મિનિટ પર આવ્યો હતો. જયપુરમાં સવારે 4.9 મિનિટ પર આવેલા ભૂકંપની તીવ્રતા 4.9 માપવામાં આવી હતી. જો કે, અત્યાર સુધી આ ત્રણેય ભૂકંપના ઝટકામાં કોઈ હતાહતના સમાચાર આવ્યા નથી. જો કે, ભૂકંપ એટલો જોરદાર હતો કે, લોકોની ઊંઘ ખુલી ગઈ અને ઘરમાંથી બહાર ભાગતા દેખાયા હતા. ઝટકાથી ડરેલા લોકો ફોન કરીને એકબીજાને હાલચાલ જાણી રહ્યા છે