ચૂંટણી@દેશ: ભાજપ 28 બેઠકો પર આગળ, PDP 5, અપક્ષો અને નાના પક્ષો 12

વલણોમાં, નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધન 46 બેઠકો સાથે બહુમતીના આંકને સ્પર્શી ગયું છે.
 
ચૂંટણી@દેશ: ભાજપ 28 બેઠકો પર આગળ, PDP 5, અપક્ષો અને નાના પક્ષો 12

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક  

થોડા દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરમાં મતદાન થયું હતું. જેનું આજે પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. જમ્મુ-કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો પર સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ થઈ ગઈ છે. વલણોમાં, નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધન 46 બેઠકો સાથે બહુમતીના આંકને સ્પર્શી ગયું છે. ભાજપ 28 બેઠકો પર આગળ છે, PDP 5 પર, અપક્ષો અને નાના પક્ષો 12 બેઠકો પર આગળ છે. બહુમતીનો આંકડો 46 છે.

બીજી તરફ નૌશેરામાંથી BJP પ્રમુખ અને કાશ્મીરી પંડિત રવિન્દર રૈના પાછળ છે. ત્યાં NCના સુરિન્દર કુમાર ચૌધરી આગળ છે. તો જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા બડગામ અને ગાંદરબલ સીટ પરથી મેદાનમાં છે. તેઓ બંને બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. અહીંથી પીડીપીના ઉમેદવારો ઉમરથી પાછળ છે.

મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજા મુફ્તી શ્રીગુફવારા-બિજબેહારા બેઠક પરથી પાછળ ચાલી રહી છે. બપોરે 12-1 વાગ્યા સુધીમાં લગભગ સ્પષ્ટ થઈ જશે કે કલમ 370 હટાવ્યા બાદ કોની સરકાર બનશે.