ચૂંટણી@લોકસભા: ભાજપાની મોટી તૈયારી, ટૂંક સમયમાં જાહેર કરશે વધુ ઉમેદવારોની યાદી

અત્યાર સુધીમાં 4 યાદીમાં 291 નામોની જાહેર 
 
ચૂંટણી@દેશ: આજે BJPની લોકસભા ચૂંટણી ઉમેદવારની 5મી યાદી જાહેર થઇ શકે, કેટલા કર્મચારીઓ ફરજ બજાવશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચૂંટણીના થોડાજ દિવસો બાકી રહ્યા છે.  યુપીમાં લોકસભા ચૂંટણીને લઈને ચહલપહલ તેજ બની છે. પૂર્વ એરફોર્સ ચીફ આરકેએસ ભદૌરિયા રવિવારે ભાજપમાં જોડાયા. દિલ્હીમાં બીજેપીના મહાસચિવ વિનોદ તાવડે અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે તેમને ભાજપમાં જોડાવ્યા. આરકેએસ ભદૌરિયાનો જન્મ આગ્રામાં થયો હતો.

એવી ચર્ચા છે કે ભાજપ તેમને ગાઝિયાબાદથી ટિકિટ આપી શકે છે. હાલમાં કેન્દ્રીય મંત્રી વીકે સિંહ અહીંથી સાંસદ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વીકે સિંહની ટિકિટ કપાઈ શકે છે. આ સિવાય પીલીભીતથી વરુણ ગાંધીની ટિકિટ રદ થશે તે નિશ્ચિત માનવામાં આવે છે. અહીંથી ભાજપ જતિન પ્રસાદને ટિકિટ આપી શકે છે.


ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની લોકસભા ચૂંટણીના ઉમેદવારોને લઈને શનિવારે મોડી રાત સુધી બેઠક ચાલી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, જેપી નડ્ડા અને અન્ય CEC સભ્યોએ ભાગ લીધો હતો. રાત્રે 12.40 સુધી બેઠક ચાલી હતી.

બેઠકમાં લોકસભા ચૂંટણી અને 4 રાજ્યો આંધ્રપ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. લોકસભાની પાંચમી યાદી આજે જાહેર થવાની શક્યતા છે. જેમાં 70થી 80 સીટો માટે ઉમેદવારોનાં નામ જાહેર કરી શકાય છે.


લોકસભા ચૂંટણી માટે ભાજપે અત્યાર સુધી 4 યાદીમાં 291 નામોની જાહેરાત કરી છે. પ્રથમ યાદીમાં 195, બીજી યાદીમાં 75, ત્રીજી યાદીમાં 9 અને ચોથી યાદીમાં 15 નામ જાહેર કરવામાં આવ્યાં છે. જે રાજ્યોમાં ખાસ ચર્ચા કરવામાં આવી હતી તેમાં ઓડિશા, યુપી, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.

બેઠકમાં ઉત્તર પ્રદેશની બાકીની 24 લોકસભા બેઠકોમાંથી માત્ર 10ના નામ પર ચર્ચા થઈ હતી. પશ્ચિમ બંગાળની બાકીની 19 લોકસભા બેઠકોમાંથી, 16 માટે ઉમેદવારોનાં નામની ચર્ચા કરવામાં આવી હતી. બિહાર ચૂંટણીના પ્રથમ તબક્કા માટે લોકસભાના ઉમેદવારોનાં નામ યાદીમાં જાહેર થઈ શકે છે.


આ ઉપરાંત, ઓડિશામાં બીજેડી સાથે ગઠબંધનનો રસ્તો બંધ થયા પછી, પાર્ટી રાજ્યની 147 વિધાનસભા બેઠકો સિવાય 21 લોકસભા બેઠકો પર ઉમેદવારો ઊભા કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને સંબલપુરથી, સંબિત પાત્રાને પુરીથી અને અપરાજિતા સારંગીને ભુવનેશ્વરથી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. બે વર્તમાન સાંસદોની ટિકિટ કપાય તેવી શક્યતા છે.

BJPની લોકસભા ચૂંટણી ઉમેદવારની પહેલી યાદી:195 નામનો નિર્ણય, વારાણસીથી મોદી અને અમિત શાહ ગાંધીનગરથી લડશે; ગુજરાતના 15માંથી 10 ઉમેદવાર રિપીટલોકસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી શનિવારે જાહેર કરવામાં આવી છે. જેમાં 195 ઉમેદવારોનાં નામ છે. વડાપ્રધાન મોદી વારાણસીથી ચૂંટણી લડશે. બે પૂર્વ મુખ્યમંત્રીને ટિકિટ આપવામાં આવી છે. જેમાં 28 મહિલાઓ, 47 યુવાનો, 27 એસસી, 18 એસટી અને 57 ઓબીસી ઉમેદવારો સામેલ છે. ભાજપની બીજી યાદીમાં 72 ઉમેદવાર: ખટ્ટર કરનાલ, પીયૂષ ગોયલ ઉ.મુંબઈ, ગડકરી નાગપુરથી લડશે; અત્યાર સુધી 267 ઉમેદવારોની જાહેરાત

લોકસભા ચૂંટણી માટે બીજેપીની બીજી યાદી બુધવારે સાંજે બહાર પડી હતી. તેમાં 72 નામ છે. પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર કરનાલથી ચૂંટણી લડશે. આ સિવાય હર્ષ મલ્હોત્રાને પૂર્વ દિલ્હીથી અને યોગેન્દ્ર ચંદોલિયાને ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ટિકિટ મળી છે. 

ભાજપની ત્રીજી યાદી:તામિલનાડુથી 9 ઉમેદવારનાં નામ; પૂર્વ ગવર્નર તમિલિસાઈ, કેન્દ્રીય મંત્રી મુરુગન અને પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈને ટિકિટ આપવામાં આવશે. ભાજપની ત્રીજી યાદી આવી છે, જેમાં તામિલનાડુથી 9 ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. એમાં તેલંગાણાના રાજ્યપાલ રહી ચૂકેલા તમિલિસાઈ સૌંદરારાજનને ચેન્નઈ સાઉથથી ટિકિટ આપવામાં આવી છે. રાજ્ય ભાજપના અધ્યક્ષ કે. અન્નામલાઈને કોઈમ્બતૂરથી અને કેન્દ્રીય મંત્રી એલ. મુરુગનને નીલગિરિથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. 

ભારતીય જનતા પાર્ટીએ શુક્રવારે પુડુચેરી અને તામિલનાડુના લોકસભા ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. એમાં 15 નામ જાહેર કરાયાં છે. ત્રીજી યાદી ગઈકાલે જાહેર કરવામાં આવી હતી.

ભાજપની ત્રીજી યાદીમાં તામિલનાડુથી 9 ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી. એમાં તેલંગાણાના રાજ્યપાલ રહી ચૂકેલા તમિલિસાઈ સૌંદરારાજનને ચેન્નઈ સાઉથથી ટિકિટ આપવામાં આવી છે. રાજ્ય ભાજપના અધ્યક્ષ કે. અન્નામલાઈને કોઈમ્બતૂરથી અને કેન્દ્રીય મંત્રી એલ. મુરુગનને નીલગિરિથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ​​​​​​​