ચૂંટણી@દેશ: આજે ભાજપે લોકસભા ચૂંટણી માટે 10મી યાદી જાહેર કરી, આસનસોલથી અહલુવાલિયા લડશે

10મી યાદી જાહેર કરી.
 
ચૂંટણી@દેશ: આજે ભાજપે લોકસભા ચૂંટણી માટે 10મી યાદી જાહેર કરી, આસનસોલથી અહલુવાલિયા લડશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં ચૂંટણી તૈયારી જોરોથી ચાલી રહી છે. પાર્ટીઓ કેટલાક ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે.  ભાજપે બુધવારે લોકસભા ચૂંટણી માટે 10મી યાદી જાહેર કરી. જેમાં ઉત્તર પ્રદેશના 7, પશ્ચિમ બંગાળના એક અને ચંદીગઢ લોકસભા સીટના એક ઉમેદવારના નામ છે. ચંદીગઢના વર્તમાન સાંસદ કિરણ ખેરની ટિકિટ રદ્દ કર્યા બાદ પાર્ટીએ સંજય ટંડનને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

આ સિવાય પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના પુત્ર નીરજ શેખરને ઉત્તર પ્રદેશની બલિયા બેઠક પરથી તક આપવામાં આવી છે. 2019માં અહીંથી વીરેન્દ્ર સિંહને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. આ સિવાય અલ્હાબાદથી રીટા બહુગુણા જોશીની ટિકિટ પણ રદ કરવામાં આવી છે.

યુપીમાંથી છ વધુ નામોને ટિકિટ આપવામાં આવી છે. કોસંબીથી વિનોદ સોનકર, મૈનપુરીથી જયવીર સિંહ ઠાકુર, ફુલપુરથી પ્રવીણ પટેલ, અલ્હાબાદથી નીરજ ત્રિપાઠી, મછલીશહરથી બીપી સરોજ અને ગાઝીપુરથી પારસનાથ રાય.

આ સિવાય પૂર્વ કેન્દ્રીય મંત્રી એસએસ અહલુવાલિયાને પશ્ચિમ બંગાળની આસનસોલ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. આ પહેલા ભોજપુરી ગાયક પવન સિંહને આસનસોલથી ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ તેમણે આ સીટ પરથી ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. અહલુવાલિયાએ 2019માં દુર્ગાપુરથી ચૂંટણી જીતી હતી. 2014માં તેઓ દાર્જિલિંગ સીટથી સાંસદ પણ રહ્યા હતા.