ચૂંટણી@હરિયાણા: ભાજપ પાર્ટીએ 48 બેઠકો જીતીને બહુમતી હાંસલ કરી, કોંગ્રેસે કહ્યું- પરિણામો ચોંકાવનારાં

 કોંગ્રેસે પરિણામને ચોંકાવનારું ગણાવ્યું છે. સીએમ સૈનીએ કહ્યું કે જનતાએ કોંગ્રેસના જુઠ્ઠાણાને ફગાવી દીધું છે.

 
ભાજપ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે. ભાજપની જીત થઇ છે. હરિયાણામાં ભાજપ ત્રીજી વખત સરકાર બનાવશે. રાજ્યમાં આવું કરનાર તે એકમાત્ર પાર્ટી હશે. રાજ્યની કુલ 90 બેઠકોમાંથી પાર્ટીએ 48 બેઠકો જીતીને બહુમતી હાંસલ કરી છે. 2 બેઠક પર હજુ સત્તાવાર જાહેરાત બાકી છે. ગત ચૂંટણીની સરખામણીમાં આ વખતે 8 બેઠકનો ફાયદો થયો છે.

બીજી તરફ કોંગ્રેસે 37 બેઠકો જીતી છે. આ ચૂંટણીમાં તેને 6 બેઠકોનો ફાયદો પણ થયો છે. મુખ્યમંત્રી નાયબ સૈની લાડવા અને કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હુડ્ડા ગઢી-સાંપલા બેઠક પરથી જીત્યા છે.

કોંગ્રેસે પરિણામને ચોંકાવનારું ગણાવ્યું છે. સીએમ સૈનીએ કહ્યું કે જનતાએ કોંગ્રેસના જુઠ્ઠાણાને ફગાવી દીધું છે. બીજેપીની લીડ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીએમ નાયબ સિંહ સૈનીને ફોન કરીને જીત પર અભિનંદન પાઠવ્યા. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે નવી સરકારનો શપથ ગ્રહણ દશેરા એટલે કે 12મી ઓક્ટોબરે થઈ શકે છે.