ચૂંટણી@હરિયાણા: ભાજપને બહુમતી, કોંગ્રેસ સાથે રસાકસી, જાણો કોઈની બનશે સરકાર ?
વલણોમાં કોંગ્રેસ એકતરફી જીત તરફ હતી. પાર્ટી 65 સીટોને સ્પર્શી ગઈ હતી. ભાજપ 17 બેઠકો પર સમેટાઈ ગયું હતું.
Oct 8, 2024, 11:22 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે ચૂંટણીનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. હરિયાણાની 90 વિધાનસભા સીટો માટે મતગણતરી ચાલી રહી છે. ટ્રેન્ડમાં ઉલટફેર આવ્યો છે. ભાજપને બહુમતી મળી છે. અગાઉ સવારે 8 વાગ્યાથી શરૂ થયેલા વલણોમાં કોંગ્રેસ એકતરફી જીત તરફ હતી. પાર્ટી 65 સીટોને સ્પર્શી ગઈ હતી. ભાજપ 17 બેઠકો પર સમેટાઈ ગયું હતું.
9:30ની સાથે જ ભાજપ ગેમમાં આવી ગયો અને બંને વચ્ચે બે બેઠકોનો તફાવત હતો. સવારે 9:44 વાગ્યે એક સમય એવો આવ્યો જ્યારે બંને પક્ષો 43-43 સીટો પર પહોંચી ગયા.
સીએમ નાયબ સિંહ સૈની લાડવા સીટથી, વિનેશ ફોગાટ જુલાના સીટથી અને સાવિત્રી જિંદાલ હિસારથી આગળ ચાલી રહ્યા છે. 5 ઓક્ટોબરે યોજાયેલી ચૂંટણીમાં રાજ્યમાં 67.90% મતદાન થયું હતું, જે અગાઉની ચૂંટણીઓ કરતાં 0.03% ઓછું છે.