ચૂંટણી@મહારાષ્ટ્ર: 288 વિધાનસભા સીટો પર મતગણતરી ચાલુ, કોની બનશે સરકાર ?

ભાજપ ગઠબંધનના વલણો એકતરફી જીત તરફ આવ્યા હતા. મહાયુતિને 200થી વધુ બેઠકો મળતી જણાય છે.
 
ચૂંટણી@ગુજરાત: સાબરકાંઠા લોકસભા બેઠકના મતદારો આગામી 7 મે ના રોજ મતદાન કરશે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે ચૂંટણીનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. થોડા દિવસ પહેલા ચૂંટણી યોજાઈ હતી. આજે મતગણતરી ચાલુ તહી ગઈ છે. મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટો મતગણતરી ચાલુ છે. પહેલા બે કલાકમાં મહાયુતિ (MU) અને મહાવિકાસ આઘાડી (MVA) વચ્ચે રસાકસીની ટક્કર થઈ હતી, પરંતુ અઢી કલાક પછી એટલે કે સવારે 10.30 વાગ્યા પછી ભાજપ ગઠબંધનના વલણો એકતરફી જીત તરફ આવ્યા હતા. મહાયુતિને 200થી વધુ બેઠકો મળતી જણાય છે.

બીજી તરફ કોંગ્રેસ ગઠબંધન પાછળ રહી ગયું છે. તેઓ 54 સીટો પર આગળ ચાલી રહ્યા છે. ભાજપે 149 બેઠકો પર ચૂંટણી લડી હતી. તેમાંથી ભાજપ 128 સીટો પર આગળ છે, એટલે કે ભાજપનો સ્ટ્રાઈક રેટ 86% છે.

સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ અજિત પવાર લીડ કરી રહ્યા છે. નાગપુર દક્ષિણ-પશ્ચિમ બેઠક પરથી દેવેન્દ્ર ફડણવીસ આગળ છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે કંઈક ખોટું છે. આ જનતાનો નિર્ણય નથી.

આ વખતે મુકાબલો મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે હતો. મહાયુતિમાં ભાજપ, શિવસેના (એકનાથ શિંદે) અને NCP (અજિત પવાર)નો સમાવેશ થાય છે, જ્યારે મહાવિકાસ અઘાડીમાં કોંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને NCP (શરદ પવાર)નો સમાવેશ થાય છે.