ચૂંટણી@મહારાષ્ટ્ર: વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ત્રીજી યાદી જાહેર કરી, 25 ઉમેદવારોના નામ
ભાજપની ત્રીજી યાદીમાં 25 નામ જાહેર, અત્યાર સુધીમાં 146 ઉમેદવારોની જાહેરાત; 288 બેઠકોમાંથી મહાયુતિના 260 ઉમેદવાર જાહેર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજવા જઈ રહી છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે આજે ત્રીજી યાદી જાહેર કરી હતી. તેમાં 25 ઉમેદવારોના નામ છે. પાર્ટીએ અત્યાર સુધીમાં ત્રણ યાદીઓ જાહેર કરી છે. જેમાં કુલ 146 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.
મહાયુતિ ગઠબંધન દ્વારા અત્યાર સુધીમાં 288માંથી 260 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. 28 બેઠકો પર ઉમેદવારો મેદાનમાં ઉતારવાના બાકી છે. મહાગઠબંધનમાં ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી સામેલ છે. ભાજપના 146 ઉમેદવારો સિવાય શિવસેનાએ અત્યાર સુધીમાં 65 અને એનસીપીએ 49 બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે.
મહા વિકાસ આઘાડીએ અત્યાર સુધીમાં 259 બેઠકો પર તેના ઉમેદવારોની જાહેરાત કરી છે અને 29 બેઠકો પર ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. MVAમાં કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના UBT અને શરદ પવારની NCPSP સામેલ છે. શિવસેના યુબીટીએ 84 બેઠકો પર, કોંગ્રેસે 99 બેઠકો પર અને NCPSPએ 76 બેઠકો પર ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.
આ ઉપરાંત પાર્ટીએ નાંદેડ લોકસભા પેટાચૂંટણી માટે પણ ઉમેદવારો જાહેર કર્યા છે. અહીંથી ડો.સંતુક મારોતરાવ હુંબરડેને ટિકિટ આપવામાં આવી છે. મહાયુતિ ગઠબંધનમાં અત્યાર સુધીમાં 288 બેઠકોમાંથી 260 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. જેમાં ભાજપ, શિવસેના શિંદે જૂથ અને NCP અજીત જૂથનો સમાવેશ થાય છે. શિવસેના શિંદે જૂથની બે યાદીમાં 65 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે અજીત જૂથની બે યાદીમાં 49 નામોની જાહેરાત કરવામાં આવી છે. 28 બેઠકો પર હજી ઉમેદવારોની જાહેરાત કરવાની બાકી છે.