ચૂંટણી@દિલ્હી: કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે 16 ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી

આ યાદીમાં 4 મહિલા અને 2 SC ઉમેદવારોના નામ છે. પાર્ટીએ અત્યાર સુધી 63 નામોની જાહેરાત કરી છે.
 
ચૂંટણી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દિલ્હીમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજવા જઈ રહી છે. ચૂંટણી માટે પાર્ટીઓએ ઉમેદવારોના નામની યાદી જાહેર કરી હતી. મંગળવારે રાત્રે કોંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 16 ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે.

આ યાદીમાં 4 મહિલા અને 2 SC ઉમેદવારોના નામ છે. પાર્ટીએ અત્યાર સુધી 63 નામોની જાહેરાત કરી છે. હવે 7 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવાના બાકી છે.

ગોકલપુર બેઠક પરથી ઉમેદવાર બદલવામાં આવ્યો છે. અગાઉ અહીંથી પ્રમોદ કુમાર જયંતને ટિકિટ આપવામાં આવી હતી. તેમની જગ્યાએ પાર્ટીએ ઈશ્વર બાગરીને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. મુંડકા સીટથી આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ધરમ પાલ લાકરાને ટિકિટ આપવામાં આવી છે. મંગળવારે દિલ્હીમાં કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી.