ચૂંટણી@પંજાબ: AAP ની બીજી યાદી જાહેર: 2 સાંસદોને વિધાનસભા ટિકિટ, 71 નામ ફાઈનલ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પંજાબ વિધાનસભા ચૂંટણી 2027 ને લઈને આમ આદમી પાર્ટી (AAP) એ મોટો દાવ ખેલ્યો છે. પાર્ટીએ આજે બીજી યાદી જાહેર કરી છે જેમાં 31 ઉમેદવારોના નામ સામેલ છે.
આ યાદી સાથે અત્યાર સુધી AAP એ કુલ 71 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. અગાઉ 31 ઓક્ટોબરે 40 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી.
બીજી યાદીની મોટી વાતો:
સાંસદોને ટિકિટ: પાર્ટીએ બે વર્તમાન સાંસદોને વિધાનસભા ચૂંટણી લડાવવાનો નિર્ણય કર્યો છે. સંગરૂરના સાંસદ ગુરમીત સિંહ મીત હેયરને બરનાલા અને હોશિયારપુરના સાંસદ ડો. રાજકુમાર ચબ્બેવાલને ફગવાડા બેઠક પરથી ટિકિટ આપી છે.
8 ધારાસભ્યોના ટિકિટ કપાયા:
આ યાદીમાં મોટા ફેરફાર કરતા પાર્ટીએ એક મંત્રી સહિત 8 વર્તમાન ધારાસભ્યોના ટિકિટ કાપી નાખ્યા છે. જેમાં મંત્રી ગુરમીત સિંહ ખુડ્ડિયા, અનમોલ ગગન માન, અમિત રતન, કુંવર વિજય પ્રતાપ સહિતના નામ સામેલ છે.
21 હારેલી બેઠકો પર ફોકસ:
બીજી યાદીની 31 માંથી 21 બેઠકો એવી છે જ્યાં 2022 માં AAP હારી ગઈ હતી. પાર્ટી આ વખતે ત્યાં નવા ચહેરાઓ સાથે જીતવાનો પ્રયાસ કરી રહી છે.
મુખ્યમંત્રી ભગવંત માને ગુરુવારે પ્રેસ કોન્ફરન્સમાં આ યાદી જાહેર કરી હતી. ચૂંટણીની તારીખો જાહેર થયા પહેલા જ 71 ઉમેદવારો જાહેર કરીને AAP એ બાકી પક્ષો કરતા આગળ વધી ગઈ છે.

