રોજગાર@દેશ: RBIની સ્પષ્ટતા ,2000ની નોટ જમા કરાવવા કે બદલવા માટે 30 સપ્ટેમ્બરની ડેડલાઈન લંબાવાશે નહીં
- 30 સપ્ટેમ્બર પછી રિઝર્વ બેન્કની રિઝનલ ઓફિસમાં 2000ની ચલણી નોટ બદલાવવા જવું પડશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
- બેન્કોમાં તેને જમા કરાવવા અને બદલવાની કામગીરી શરૂ થઈ ગઈ છે
રિઝર્વ બેન્ક દ્વારા રૂ. 2000ની નોટ ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવ્યા પછી મંગળવારથી બેન્કોમાં તેને જમા કરાવવા અને બદલવાની કામગીરી શરૂ થઈ ગઈ છે.
જો કે આ વખતે અગાઉની નોટબંધી જેવો ગભરાટ લોકોમાં નથી. પહેલા દિવસે કેટલીક બેન્કોની બ્રાન્ચોમાં રૂ. 2000ની નોટ જમા કરાવવા અને બદલવા માટે નાની લાઈનો લાગી હોવાનું જાણવા મળે છે. સત્તાવાર સૂત્રોનાં જણાવ્યા મુજબ RBI દ્વારા નક્કી કરવામાં આવેલી ડેડલાઈન મુજબ 30મી સપ્ટેમ્બર પછી બેન્કોમાં રૂ. 2000ની નોટ જમા કરાવી કે બદલી શકાશે નહીં. લોકોએ ડેડલાઈન પૂરી થયા પછી રિઝર્વ બેન્કમાં જવું પડશે. RBI દ્વારા 30 સપ્ટેમ્બર પછી ડેડલાઈન લંબાવવામાં આવશે નહીં તેવું પણ જાણવા મળે છે. તેનો મત
નોટ બદલીને પડકારતી અરજીનો ચુકાદો દિલ્હી હાઈકોર્ટે અનામત રાખ્યો
રૂ. 2000ની નોટ બદલવાનાં મામલાને દિલ્હી હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. કોર્ટે અરજદાર અને RBIની દલીલો સાંભળ્યા પછી ચુકાદો અનામત રાખ્યો છે. વકીલ અશ્વિની ઉપાધ્યાયે અરજી કરી હતી કે કોઈ પાસેથી ID માંગ્યા વિના કે ફોર્મ ભર્યા વિના રૂ. 2000ની નોટ બદલી આપવાથી બ્લેકમની રાખનારની કે આવક કરતા વધુ સંપત્તિ ધરાવનારની ઓળખ શક્ય બનશે નહીં. આથી RBI તેમજ SBIના નોટિફિકેશન રદ કરવામાં આવે.
લબ એવો કરી શકાય કે 30 સપ્ટેમ્બર પછી લેવડદેવડ માટે તેનો ઉપયોગ કરી શકાશે નહીં.