મનોરંજન@મુંબઈ: બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડા 29 નવેમ્બરે મણિપુરના ઈમ્ફાલમાં તેની ગર્લફ્રેન્ડ લીન સાથે સાત ફેરા લેશે
લીન લેશરામ મણિપુરની રહેવાસી છે.
Nov 26, 2023, 10:42 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડા 29 નવેમ્બરે મણિપુરના ઈમ્ફાલમાં તેની ગર્લફ્રેન્ડ લીન સાથે સાત ફેરા લેશે. લીન લેશરામ મણિપુરની રહેવાસી છે. તેનો જન્મ ઇમ્ફાલમાં થયો હતો. વર્ષ 2008માં તે મિસ નોર્થ ઈસ્ટ ઈન્ડિયાની પ્રથમ રનર અપ રહી હતી. તે અનેક વિદેશી ઉત્પાદનોની બ્રાન્ડ એમ્બેસેડર રહી ચૂકી છે.
લીન લેશરામ એક ફેશન મોડલ અને અભિનેત્રી છે. તેણે 2007માં શાહરૂખ ખાનની 'ઓમ શાંતિ ઓમ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જેમાં તેની ભૂમિકા બહુ નાની હતી. લીન લેશરામ વર્ષ 2014માં પ્રિયંકા ચોપરા સ્ટારર 'મેરી કોમ'માં સહાયક ભૂમિકામાં જોવા મળી હતી. આ ઉપરાંત લીને 'રંગૂન' અને 'જાને જાન' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.