મનોરંજન@મુંબઈ: કાજોલ બની ડીપફેકનો શિકાર, પુરાવો છે આ તસવીર, જાણો વધુ વિગતે

વાયરલ થઇ રહ્યો છે કાજોલનો વિડીયો
 
મનોરંજન@મુંબઈ: કાજોલ બની ડીપફેકનો શિકાર, પુરાવો છે આ તસવીર, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આ દિવસોમાં એઆઇનો ખોટો ઉપયોગ થતો ખૂબ જોવા મળી રહ્યો છે. હાલમાં એઆઇ ડીપફેક વિડીયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. એક્ટ્રેસ રશ્મિકા મંદાના સૌથી પહેલાં આનો શિકાર બની હતી. ત્યારબાદ બોલિવૂડના કેટલાક સેલેબ્સ પણ શિકાર થયા અને હવે બોલિવૂડની ફેમસ એક્ટ્રેસ કાજોલ ડીપફેક વિડીયોનો શિકાર બની છે. કાજોલનો ડીપફેક વિડીયો સામે આવ્યો છે જે ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

રશ્મિકા મંદાનાની જેમ કાજોલના ચહેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક્ટ્રેસનો ચહેરો કોઇ બીજી વ્યક્તિના શરીર પર સેટ કરવામાં આવ્યો છે.

સામે આવેલા આ વિડીયોમાં એક મહિલા કપડા બદલતી નજરે પડી રહી છે. આ વિડીયો એક સોશિયલ મિડીયા ઇન્ફ્લુએન્ઝર રોઝી બ્રીનનો છે. રોઝીએ એનો આ વિડીયો ટિકટોક પર પોસ્ટ કર્યો હતો, જ્યાં આ વિડીયોને લઇને એની સાથે છેડછાડ કરવામાં આવી છે. આ વિડીયોમાં રોઝી ગેટ રેડી વિથ મી ટ્રેન્ડ( ગેટ રેડી વિથ મી ટ્રેન્ડમાં લોકો કેમેરાની સામે કપડા પહેરતા જોવા મળી રહ્યા છે.) ફોલો કરી હતી.

આ વિડીયોમાં રોઝીના શરીર પર કાજોલનો ચહેરો લગાવવામાં આવ્યો છે. વાયરલ થઇ રહેલો આ વિડીયો તમે ધ્યાનથી જુઓ છો તો તમને ખ્યાલ આવશે કે એક્ટ્રેસના ચહેરા સિવાય રોઝીનો ચહેરો નજરે પડી રહ્યો છે. 
કાજોલના ડીપફેક વિડીયોનો સ્ક્રીનગેબ .

પહેલાં વાયરલ થયો હતો રશ્મિકાનો વિડીયો


આપને જણાવી દઈએ કે, 6 નવેમ્બર, સોમવારે સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાનો વીડિયો વાયરલ થયો હતો, જે તેનો નહોતો. આ વાયરલ વીડિયો બ્રીટીશ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ઝારા પટેલનો હતો. તેના વીડિયોને એડિટ કરવામાં આવ્યો હતો અને ઝારા પટેલના ચહેરાની જગ્યાએ રશ્મિકા મંદાનાનો ચહેરો લગાવી દીધો હતો.

ડીપફેક શબ્દ ડીપ લર્નિંગ પરથી આવ્યો છે. ડીપ લર્નિંગ એ મશીન લર્નિંગનો એક ભાગ છે. નામમાં 'ડીપ' છે, જેનો અર્થ મલ્ટીપલ લેયર્સ છે. તે આર્ટિફિશ્યલ ન્યુરલ નેટવર્ક પર આધારિત છે. આ અલ્ગોરિધમમાં ઘણો ડેટા દાખલ કરીને નકલી કન્ટેન્ટને વાસ્તવિક કન્ટેન્ટમાં રૂપાંતરિત કરવામાં આવે છે. AI નો ઉપયોગ ડીપફેક કન્ટેન્ટ માટે થાય છે. સ્કેમર્સ લોકોને બ્લેકમેલ કરવા માટે ડીપફેકનો ઉપયોગ કરે છે. એ જ રીતે AIની મદદથી વીડિયો અને ફોટો એડિટ કરીને લોકોને હેરાન કરવામાં આવે છે.