મનોરંજન@મુંબઈઃ સલમાન ખાને ટ્રોલ્સની ઝાટકણી કાઢી; 'ઈઠા' સાથે ક્લેશ પર શ્રદ્ધાની માફી માંગી

‘માતૃભૂમિ' 4 ડિસેમ્બરે રિલીઝ થશે, 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન ફરી એકવાર ચર્ચામાં છે. પોતાની આગામી ફિલ્મ 'માતૃભૂમિ: મે વૉર રેસ્ટ ઇન પીસ'ના પ્રમોશન માટે એબીપીના રાઇઝિંગ સમિટ 2026માં પહોંચેલા સલમાને ટ્રોલર્સ, 'ઈઠા' સાથેના ક્લેશ અને શાહરુખ-સુહાના વિશે ખુલીને વાત કરી.

*ટ્રોલર્સને જવાબ: "મારી બુરાઈથી તમને રોજી મળે છે તો ખુશ છું"*

'માતૃભૂમિ'ના ફર્સ્ટ લૂક અને ટીઝર પર થયેલા ટ્રોલિંગ પર સલમાને કહ્યું, "મારો મજાક ઉડાવવાથી જો તમને વ્યુઝ અને ફોલોઅર્સ મળતા હોય, તો હું ખુશ છું. ભાઈની બુરાઈ કરીને તમે સોશિયલ મીડિયા પર દેખાઈ રહ્યા છો, તમને રોજી મળી રહી છે. ભાઈને કોઈ પ્રોબ્લેમ નથી, જે કરવું હોય તે કરો." 58a3

તેમણે ઉમેર્યું કે લોકો કહે છે 'વી વોન્ટ ભાઈ બેક', છેલ્લી 5-6 ફિલ્મોમાં ભાઈની એનર્જી નહોતી રહી, પણ હવે 'માતૃભૂમિ'માં સૈનિકોના બલિદાનની વાત છે, VFX પર નહીં, એના પર ધ્યાન આપો. c43c

*'ઈઠા' ક્લેશ પર શ્રદ્ધા પાસે માફી*

સલમાનની 'માતૃભૂમિ' અને શ્રદ્ધા કપૂરની 'ઈઠા' બંને *4 ડિસેમ્બરે* રિલીઝ થઈ રહી છે. 2e4d

સલમાને કહ્યું, "4 ડિસેમ્બર જાહેર કર્યું ત્યારે મને ખબર જ નહોતી કે એ જ દિવસે શ્રદ્ધાની ફિલ્મ આવે છે. મને ખરેખર ખૂબ ખરાબ લાગ્યું. ખબર હોત તો હું ક્યારેય ક્લેશ કરત જ નહીં. મેં તેને ફોન કર્યો હતો, તેને મેં નાની મોટી થતી જોઈ છે."

શ્રદ્ધાએ જવાબ આપ્યો: "કઈ વાંધો નહીં સર, બંને ફિલ્મો માટે પૂરતી જગ્યા છે." સલમાને લોકોને 'ઈઠા' પણ જોવાની અપીલ કરી. 0960

*શાહરુખ-સુહાના સાથે ક્લેશ નહીં*

સલમાને ડેટ બદલવાનું કારણ સમજાવ્યું: પહેલા ફિલ્મ 27 નવેમ્બરે આવવાની હતી, પણ ત્યારે સૂરજ બડજાત્યાની ફિલ્મ હતી. 24 ડિસેમ્બરે શાહરુખ ખાનની 'કિંગ' આવે છે. 0960

"હું શાહરુખ અને તેની દીકરી સુહાના સાથે ક્લેશ કરી શકું જ નહીં. 26 જાન્યુઆરીએ રણબીર-વિક્કી-આલિયાની ફિલ્મ છે, તેની સાથે પણ નહીં. અને માર્ચમાં મારી જ 'મોન્સ્ટર' આવે છે, મારી સાથે જ ક્લેશ કેમ કરું?" 2e4d

*બીગ બોસમાં શર્ટ ઉતારવા પર પણ ખુલાસો*

સલમાને કહ્યું, બિગ બોસમાં ગુસ્સામાં શર્ટ ઉતારવું એ ઇમ્પલ્સિવ ડિસિઝન હતું. આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ નેગેટિવિટી છે. 58a3