મનોરંજન@મુંબઈ: ટાઇગર 3 મુવીની થઇ અઢળક કમાણી, 4 દિવસનું આંકડો જાણીને આંખો પહોળી થઇ જશે

 ફિલ્મ 12 નવેમ્બરના રોજ રિલીઝ થઇ હતી
 
મનોરંજન@મુંબઈ: ટાઇગર 3 મુવીની થઇ અઢળક કમાણી, ચોથા દિવસનું આંકડો જાણીને આંખો પહોળી થઇ જશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સલમાન ખાનની સ્ટારર સ્પાઇ થ્રિલર ફિલ્મ ટાઇગર 3 બોક્સ ઓફિસ પર શાનદાર પરફોર્મ કરી રહી છે. ફિલ્મ 12 નવેમ્બરના રોજ રિલીઝ થઇ હતી. આ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ પડી રહી છે. બોક્સ ઓફિસ કલેક્શનનો આંકડો જાણીને તમને પણ નવાઇ લાગશે. પહેલાં દિવસની સોલિડ ઓપનિંગ પછી ફિલ્મએ બીજા અને ત્રીજા દિવસે રેકોર્ડ બ્રેક કમાણી કરી લીધી છે.

જો કે મુવીએ ચોથા દિવસે પણ બમ્પર કમાણી કરી લીધી છે. જો કે આ મુવી દર્શકોને પણ ખૂબ પસંદ પડી રહી છે. સૈકનિલ્કના હાલિયા રિપોર્ટ અનુસાર ટાઇગર 3 એ ચોથા દિવસે 22 કરોડની કમાણી કરી લીધી છે. રિપોર્ટ અનુસાર આ કલેક્શન હિન્દી, તેલુગુ અને તમિલ દરેક ભાષાઓને મળીને છે. જ્યારે ફિલ્મએ ત્રીજા દિવસે 40.05 કરોડની કમાણી કરી હતી. જ્યારે ટાઇગર 3 બીજા દિવસે 55.77 કરોડની કમાણી કરી લીધી હતી. જ્યારે ફિલ્મએ પહેલાં દિવસે 44.5 કરોડ સાથે શાનદાર ઓપનિંગ કર્યુ હતુ.

તેલુગુમાં આ ફિલ્મએ 1.15 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને તમિલમાં ફિલ્મનું કલેક્શન 15 લાખ રૂપિયા રહ્યું છે. આ સાથે સલમાનની ફિલ્મે ચાર દિવસમાં કુલ 168 કરોડની કમાણી કરી લીધી છે. આ ફિલ્મએ 150 કરોડનું આંકડો સૌથી જલદી પાર કરવાના લિસ્ટમાં શામેલ થઇ ગઇ છે.ઉલ્લેખનીય છે કે, રિલીઝ પહેલાં સલમાન ખાને ટાઇગર 3ને લઇને એના ફેન્સને સ્પોઇલર શેર ના કરવાની રિકવેસ્ટ કરી હતી. ભાઇજાને ઇન્સ્ટા પર પોસ્ટ શેર કરતા લખ્યુ હતુ કે..હમે ટાઇગર 3 કો બહુત જૂનુન કે સાથે બનાયા હૈ ઔર જબ આપ ફિલ્મ દેખેંગે તો હમે અપને સ્પોયલર કો બચાને કે લીએ આપ પર ભરોસા કર રહે હૈ. સ્પોઇલર ફિલ્મ દેખને કે લીએ એક્સપીરિયન્સ કો બર્બાદ કર સકતે હૈ. હમે આપ પર ભરોસા હૈ કિ આપ વહીં કરેંગે જો સહી હૈ. હમે ઉમ્મીદ હૈ કિ ટાઇગર 3 હમારી તરફ સે આપકે લિએ સબસે અચ્છા દિવાલી ગિફ્ટ હોગા. કલ થિએટર્સ મેં હિન્દી, તમિલ ઔર તેલુગુ મેં રિલીઝ હોંગી.