મનોરંજન@મુંબઈ: શાહરુખની ફિલ્મ 'જવાન' ઓપનિંગ કલેક્શન જાણીને આંખો પહોળી થઇ જશે

કરણ જોહર અને કંગના રનૌતએ ભરપેટ વખાણ કર્યા છે.
 
મનોરંજન@મુંબઈ: શાહરૂખ ખાનની ફિલ્મ જવાન 24 કલાકમાં એડવાન્સ બુકિંગ 10 કરોડ પાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

જવાન ફિલ્મ દર્શકોને ખુબજ પસંદ આવી રહી છે.'જવાન' મુવીના પહેલા શોની વાત કરવામાં આવે તો ફર્સ્ટ ડેના દિવસે સવારથી લઇને રાત સુધીમાં દરેક જગ્યાએ શો હાઉસફૂલ રહ્યા છે. શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર શાહરુખની આ ફિલ્મ લોકો માટે ટ્રિટ કરી રહી છે. એટલી કુમાર નિર્દેશિત આ ફિલ્મએ બમ્પર ઓપનિંગ કર્યુ છે.શરૂઆતના આંકડાઓ અનુસાર જણાવીએ તો કિંગ ખાને મોટા પડદા પર નવો રેકોર્ડ હાંસિલ કરી લીધો છે. 'જવાન' એ માત્ર ભારતમાં 75 કરોડથી પણ વધારે બિઝનેસ કર્યો છે. શાહરુખે એની છેલ્લી ફિલ્મ પઠાનની સાથે કેજીએફ2, બાહુબલીનો પણ પહેલા દિવસનો રેકોર્ડ તોડી દીધો છે.

શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન' એ એક બે નહીં પરંતુ 10 ફિલ્મોના ઓપનિંગ ડે કલેક્શનના મામલામાં પછાડી દીધો છે. શાહરુખ બોલિવૂડના એવા કલાકાર બની ગયા છે જે બન્ને ફિલ્મોએ 100 કરોડનું ઓપનિંગ ડે કલેક્શન કર્યુ છે જેમાં 10 ફિલ્મોને શાહરુખની ફિલ્મ જવાનને પછાડી દીધી છે. પઠાનથી લઇને સુલ્તાન સુધી અનેક શામેલ છે. પઠાન 57, કેજીએફ ચેપ્ટર2 53.95, વોર 53.65, ઠગ્સ ઓફ હિન્દુસ્તાન 52.25, હેપ્પી ન્યૂ યર 44.30, ભારત, 42.30, બાહુબલી 2'41, પ્રેમ રતન ધન પાયો 40.35, ગદર 2 40.10 અને સુલ્તાન 36.54 કરોડ રૂપિયાની સાથે ઓપનિંગ કર્યુ હતુ.

ફિલ્મ 'જવાન' મુવીનું કરણ જોહર અને કંગના રનૌતએ ભરપેટ વખાણ કર્યા છે. ફિલ્મમાં શાહરુખની સાથે વિજય સેતુપતિ અને નયનતારા મુખ્ય ભુમિકામાં છે, જ્યારે સંજય દત્ત અને દિપીકા પાદુકોણ કેમિયો રોલમાં છે. આમ વાત કરવામાં આવે તો 'જવાન' મુવીનું ક્લેક્શન જોઇને અનેક લોકોને જોવા જવાની ઇચ્છા થઇ જાય એમ છે. જો કે આ ફિલ્મમાં શાહરુખના રોલને લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે. શાહરુખને જોઇને મલ્ટીપ્લેક્સમાં લોકો બુમો પાડવા લાગે છે.

ઉલ્લેખનીય છે કે, જવાન મુવીના રિલીઝના પહેલાં ઘણાં અઠવાડિયાથી એક્શન ફિલ્મનું દમદાર એડવાન્સ રીતે બુકિંગ થઇ ગયુ હતુ. કેટલાક સિનેમાઘરોમાં ટિકિટોની કિંમત 2.4 લાખ સુધી પહોંચી ગઇ હતી.