મહામારી@દેશઃ એક જ દિવસમાં કોરોનાના નવા 90,928 કેસ નોંધાયા, 325 લોકોના મોત

 ઓમિક્રોનની વાત કરીએ તો દેશમાં આ વેરિઅન્ટના કેસની સંખ્યા વધીને 2,630 થઈ ગઈ છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ઓમિક્રોનના સૌથી વધુ 797 અને 465 કેસ છે. ઓમિક્રોનના 2,630 દર્દીઓમાંથી 995 દર્દી સાજા થઈ ગયા છે.
 
file fhoto
 

અટલ સમાચાર, ડેસ્ક 

ભારતમાં કોરોનાના કેસમાં ફરી રેકોર્ડ ઉછાળો નોંધાયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના (covid-19) વાયરસના 90,928 નવા કેસ મળી આવ્યા છે. તો 325 લોકોનું કોરોનાને લીધે મૃત્યુ પણ થયું છે. બુધવારની સરખામણીએ કોરોના કેસમાં 56.5% ઉછાળો આવ્યો છે. ઓમિક્રોનની વાત કરીએ તો દેશમાં આ વેરિઅન્ટના કેસની સંખ્યા વધીને 2,630 થઈ ગઈ છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ઓમિક્રોનના સૌથી વધુ 797 અને 465 કેસ છે. ઓમિક્રોનના 2,630 દર્દીઓમાંથી 995 દર્દી સાજા થઈ ગયા છે.

કોરોના કેસોમાં સૌથી વધુ ઉછાળો જે પાંચ રાજ્યોમાં જોવા મળ્યો છે એમાં મહારાષ્ટ્ર (26,538 નવા કેસ), પશ્ચિમ બંગાળ (14,022 નવા કેસ), દિલ્હી (10,665 કેસ), તમિલનાડુ (4,862 કેસ) અને કેરળ (4,801 કેસ)નો સમાવેશ થાય છે. નવા કેસોમાં 90,928 કેસોમાંથી 66.97% ફક્ત પાંચ રાજ્યોમાંથી આવ્યા છે. આમાંથી માત્ર મહારાષ્ટ્રથી જ 29.19% કેસ છે. આરોગ્ય મંત્રાલય મુજબ, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 90,928 નવા કેસ આવ્યા, 19,206 રિકવરી થઈ અને 325 લોકોનું કોરોનાથી મૃત્યુ થયું. દેશમાં છેલ્લા 24 કલાકમાં જે 325 મૃત્યુ થયું તેમાં સૌથી વધુ મૃત્યુ કેરળ (258)માં નોંધાયું છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

કુલ કેસઃ 3,51,09,286

એક્ટિવ કેસ: 2,85,401

કુલ રિકવરી: 3,43,41,009

કુલ મૃત્યુઃ 4,82,876

કુલ વેક્સીનેશન: 1,48,67,80,227

કોરોના ટેસ્ટિંગની વાત કરીએ તો ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ, ભારતમાં ગઈ કાલે કોરોના વાયરસ માટે 14,13,030 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ગઈકાલ સુધીમાં કુલ 68,53,05,751 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ભારતમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટને કારણે પ્રથમ મૃત્યુ ગયા અઠવાડિયે રાજસ્થાનના ઉદયપુરમાં થયું હતું, જેની પુષ્ટિ બુધવારે નમૂનાનું પરીક્ષણ કર્યા બાદ થઈ હતી. સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ આ જાણકારી આપી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે ઉદયપુરમાં થયેલ મૃત્યુ ‘ટેકનિકલ રીતે’ ઓમિક્રોનથી સંબંધિત છે. તેમણે કહ્યું, 'ઓમિક્રોનથી સંક્રમિત હોવાનો રિપોર્ટ આવે તે પહેલા જ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હતું. દર્દી વૃદ્ધ વ્યક્તિ હતા અને તેમને ડાયાબિટીસની સાથે અન્ય રોગો હતા.