મહામારી@દેશઃ અત્યાર સુધી કોરોનાના 6245 પોઝિટિવ કેસ, કુલ 205 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસના સંક્રમણના દર્દીઓના કેસ 6245 થઈ ગયા છે. આજે 319 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાંથી ગુજરાતમાં 55, રાજસ્થાનમાં 30, ઉત્તરપ્રદેશમાં 19, મધ્યપ્રદેશમાં 14 અને બિહારમાં 11 દર્દી વધ્યા. આ ઉપરાંત કર્ણાટકમાં 10, ઝારખંડમાં 9, પંજાબમાં 8, મધ્યપ્રદેશમાં 5, પશ્વિમ બંગાળમાં 4, ઓરિસ્સામાં 2, જ્યારે હરિયાણા, હિમાચલ પ્રદેશ અને છત્તીસગઢમાં 1-1 કેસ
 
મહામારી@દેશઃ અત્યાર સુધી કોરોનાના 6245 પોઝિટિવ કેસ, કુલ 205 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસના સંક્રમણના દર્દીઓના કેસ 6245 થઈ ગયા છે. આજે 319 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાંથી ગુજરાતમાં 55, રાજસ્થાનમાં 30, ઉત્તરપ્રદેશમાં 19, મધ્યપ્રદેશમાં 14 અને બિહારમાં 11 દર્દી વધ્યા. આ ઉપરાંત કર્ણાટકમાં 10, ઝારખંડમાં 9, પંજાબમાં 8, મધ્યપ્રદેશમાં 5, પશ્વિમ બંગાળમાં 4, ઓરિસ્સામાં 2, જ્યારે હરિયાણા, હિમાચલ પ્રદેશ અને છત્તીસગઢમાં 1-1 કેસ સામે આવ્યા છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે. સાથે જ સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે સવારે જણાવ્યું કે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 5734 થઈ ગઈ છે. જેમાંથી 472 દર્દી સ્વસ્થ થયા છે, જ્યારે 166નું મોત થયા છે. દિલ્હીમાં 2 મહિલા ડોક્ટર સાથે મારઝૂડ કરનારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના સંક્રમણથી દેશમાં મોતનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. ગુરુવારે બે લોકોના મોત થયા છે. જમ્મુમાં 69 વર્ષીય મહિલાનું મૃત્યું છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, તે ઉધમપુર જિલ્લાની રહેવાસી હતી. તેને છાતીમાં દુખાવો અને શ્વાસ લેવાની તકલીફ હતી. સાથે પંજાબમાં 55 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. આ દર્દીને ડાયાબિટીસ અને હાઈપરટેન્શનની પણ ફરીયાદ કરી હતી. તો બીજી બાજું ઝારખંડમાં આજે કોરોનાથી પહેલું મોત થયું છે.