ઘટના@દેશ: યુનિવર્સિટી કેમ્પસમાં ફાયરિંગમાં 3 લોકોના મોત થયા, 1 વ્યક્તિ ઈજાગ્રસ્ત

ફાયરિંગ બાદ કેમ્પસમાં લોકો ડરી ગયા
 
ઘટના@ભાણવડ: મોટા ગુંદા ગામની વાડી વિસ્તારના કૂવામાં 12 વર્ષની બાળકી પડી જતા મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

મેરિકાના લાસ વેગાસ સ્થિત નેવાડા યુનિવર્સિટીમાં બુધવારે એટલે કે 07 ડિસેમ્બર 2023 થયેલા ગોળીબારમાં 03 લોકોનાં મોત થયા છે. આ ઘટનામાં અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. પોલીસે જણાવ્યું કે, ગોળીબારનો શંકાસ્પદ આરોપી પણ માર્યો ગયો છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, બુધવારે નેવાડા યુનિવર્સિટીમાં એક શૂટરે કોલેજમાં ગોળીબાર કર્યો હતો, જેમાં ચાર લોકોને ગોળી લાગી ગઈ હતી.

જેમા 03 લોકોના મોત થયા છે અને એક ઈજાગ્રસ્તની સારવાર ચાલી રહી છે. ગોળીબાર બાદ પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને ચાર્જ સંભાળ્યો અને પરિસ્થિતિને કંટ્રોલ કરી હતી.

ગોળીબારનો હેતુ સ્પષ્ટ થયો નથી

લાસ વેગાસ મેટ્રોપોલિટન પોલીસ ડિપાર્ટમેન્ટના શેરિફ કેવિન મેકમહિલે આ ઘટના વિશે પોતાના નિવેદનમાં કહ્યું કે, બુધવારે સવારે 11:45 વાગ્યે પોલીસને એક ફોન આવ્યો હતો, જેમાં ગોળીબારની માહિતી મળી હતી. આની સાથે જ પોલીસ અધિકારીઓ યુનિવર્સિટીમાં પહોંચી ગયા હતા.

શેરિફે જણાવ્યું હતું કે, શંકાસ્પદ હુમલાખોરનું પણ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છો. જો કે તેણે એ સ્પષ્ટતા કરી નહોતી કે શંકાસ્પદને પોલીસ દ્વારા એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યો હતો કે કેમ. શેરિફ મેકમહિલે જણાવ્યું હતું કે, ગોળીબારનો હજુ સુધી હેતુ અસ્પષ્ટ થયો નથી.

ફાયરિંગ બાદ કેમ્પસમાં લોકો ડરી ગયા

પ્રોફેસર વિન્સેન્ટ પેરેઝે કહ્યું કે, તેણે કેમ્પસમાં ગોળીબારનો અવાજ સાંભળ્યો. ગોળીબારના અવાજ બાદ બધા ડરી ગયા હતા અને લોકો પોતાનો જીવ બચાવવા સલામત સ્થળો તરફ ભાગ્યા હતા. પોલીસે જણાવ્યું કે, કેમ્પસમાં હાજર વિદ્યાર્થીઓ ફાયરિંગથી ખૂબ જ ગભરાઈ ગયા હતા.

આવી સ્થિતિમાં પોલીસ અહીં સુરક્ષા વ્યવસ્થા કડક કરીને પરિસ્થિતિને યોગ્ય બનાવવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસે કેમ્પસમાંથી ઘણા વિદ્યાર્થીઓને તેમના વાહનોમાં બહાર કાઢ્યા છે. પોલીસે ગોળીબારથી પ્રભાવિત લોકો માટે હોટલાઈન શરૂ કરી છે. સાથે જ કહ્યું કે હવે કોઈ ખતરો નથી.

ઈતિહાસમાં પણ થયેલું છે ફાયરિંગ

યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, કેમ્પસમાં અનેક રાઉન્ડ ફાયરિંગ થયું હતું. જે બાદ પોલીસ તરફથી પણ પ્રતિક્રિયા આવી હતી. વિદ્યાર્થીઓએ ભાગવું પડ્યું અને છુપાઈ જવું પડ્યું અને એક કલાકથી વધુ સમય સુધી વર્ગખંડમાં બંધ રહ્યા હતા. તમને જણાવી દઈએ કે નેવાદા યુનિવર્સિટીમાં લગભગ 30,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને તે લાસ વેગાસ સ્ટ્રીપથી માત્ર દોઢ માઈલ દૂર સ્થિત છે. 2017માં પણ કેમ્પસમાં સંગીત સમારોહ દરમિયાન ફાયરિંગમાં 58 લોકો માર્યા ગયા હતા.