ઘટના@આપઘાત: 13 વર્ષ અગાઉ પરિણીતાને ત્રાસથી મોત મામલે પતિને 7 વર્ષની કેદ, ચોંકાવનારો કેસ

અલારસાની પરિણીતાએ 13 વર્ષ પહેલા આપઘાત કર્યો હતો
 
સુરત: હિંસક બનેલી રેલીમા પોલીસે 6 ઝડપ્યા, 2 કોર્પોરેટર સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

હેજ મામલે શારીરિક, માનસિક ત્રાસ અપાતો હતો, ઝેરી દવા પી આપઘાત કર્યો હતો

આણંદ: બોરસદ તાલુકાના અલારસા ગામની પરિણીતા ઉપર પતિ સહિતના સાસરીયાઓએ દહેજ મામલે ત્રાસ ગુજારી મરવા માટે મજબુર કરવાના કેસમાં આણંદની ડીસ્ટ્રીક્ટ કોર્ટે પતિને તકસીરવાન ઠેરવી સાત વર્ષની સાદી કેદની સજા સંભળાવતો હુકમ ફરમાવ્યો છે.

મૂળ પેટલાદના વતની અને હાલ વડોદરાના ગોરવા ખાતે રહેતા પરેશકુમાર પ્રમોદચંદ્ર પરમારની બહેન કૈલાશબેનના લગ્ન આજથી આશરે ૨૦ વર્ષ પૂર્વે અલારસા ગામના દહેવાણ વગામાં રહેતા ભૂપેન્દ્રભાઈ પૂનમભાઈ જાદવ સાથે જ્ઞાાતિના રીતરિવાજ મુજબ થયા હતા. જો કે લગ્ન બાદ જ પતિ સહિતના સાસરીયાઓ દ્વારા પરિણીતા ઉપર અવારનવાર દહેજ પેટે નાણાની માંગણી કરી ત્રાસ ગુજારવાનું શરૂ કરાયું હતું. જેને પગલે પરિણીતાએ તેણીના ભાઈ પરેશકુમારને વાત કરતા વીસ હજાર રૂપિયા ચેકથી ઉપાડીને ગત તા.૧૯મી માર્ચ-૨૦૧૦ના રોજ અજિતસિંહના ખાતામાં પે-સ્લીપથી જમા કરાવ્યા હતા. બાદમાં દહેજ પેટે વધુ રૂા.૫૦ હજારની માંગણી કરી પરિણીતા ઉપર ત્રાસ ગુજારવાનું ચાલુ રખાયુ હતું. જો કે સાસરીયા દ્વારા અસહ્ય ત્રાસ ગુજારાતા ગત તા.૧૬મી મે, ૨૦૧૦ના રોજ રાત્રીના સુમારે પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.

આ બનાવ અંગે બોરસદ શહેર પોલીસે ભૂપેન્દ્રભાઈ પુનમભાઈ જાદવ, અજિતસિંહ પુનમભાઈ જાદવ, હર્ષાબેન પ્રમોદભાઈ સોલંકી, પૂનમભાઈ મોહનભાઈ જાદવ અને શાંતાબેન પૂનમભાઈ જાદવ વિરુધ્ધ આપઘાત કરવા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તમામને ઝડપી પાડયા હતા. તપાસ પૂર્ણ કર્યા બાદ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.આ કેસ ડિસ્ટ્રીક્ટ જજની કોર્ટમાં ચાલી જતા ફરીયાદી પક્ષે ઉપસ્થિત સરકારી વકીલે રજૂ કરેલી ધારદાર દલીલો, ૧૩ સાક્ષીઓની જુબાની અને ૨૯ જેટલા રજૂ કરાયેલ દસ્તાવેજી પુરાવાઓને આધારે ન્યાયાધીશે ભૂપેન્દ્રભાઈ પૂનમભાઈ જાદવને તકસીરવાન ઠેરવી સાત વર્ષની સાદી કેદની સજા તેમજ કુલ રૂા.૪ હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. જ્યારે અન્ય આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ ઠેરવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો