કૃષિ-જગત@દેશ:સહરસા-માનસી રેલખંડના ધમારા ઘાટ વિસ્તારમાં ખેડૂતો પરવળની ખેતી કરીને બન્યા ધનવાન

 
કૃષિ-જગત@દેશ:સહરસા-માનસી રેલખંડના ધમારા ઘાટ વિસ્તારમાં ખેડૂતો પરવળની ખેતી કરીને બન્યા ધનવાન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

સહરસા-માનસી રેલખંડના ધમારા ઘાટ રેલવે સ્ટેશનની નજીકના નદીના પટવાળા વિસ્તારની છે.

લોકો કેહતા 

 આ વિસ્તારમાં મોટા ભાગે બંદૂકોની ગોળીઓનો અવાજ સંભળાતા હતા. પણ હવે આ વિસ્તારમાં ખેડૂતો મોટા પાયે પરવળની ખેતીનો રસ્તો શોધી લીધો છે.

હવે આ વિસ્તારમાં બંદૂકની ગોળીઓની ગૂંજ નથી સંભળાતી.પરવળની ખેતીથી થતાં નફાથી ખેડૂતોને ધોમ તડકામાં પણ ખેતરે આવવા માટે ઉત્સાહિત કરી રહ્યા છે.હકીકતમાં જોઈએ તો, હવે તટીય વિસ્તારના ગામમાં ખેડૂતો માટે પરવળની ખેતી આવકનું મુખ્ય સાધન બની ગયું છેસારો નફો થવાથી ગામના કેટલાય ખેડૂતો નદીના પટમાં પરવળની ખેતી સાથે જોડાયેલ છે.આ વિસ્તારમાં દૂર દૂર સુધી ખેડૂતો પરવળની ખેતીને મુખ્ય સાધન બનાવ્યું છે. સહરસાની સાથે નજીકના જિલ્લા ખગડીયા, બેગૂસરિયા, મધેપુરા અને સુપૌલ સુધી પરવળ જાય છે.ધમારા ઘાટના ખેડૂત બલવીર પ્રસાદ યાદવ જણાવે છે કે, આ વિસ્તારમાં લગભગ 400 વીઘામાં દર વર્ષે પરવળની ખેતી થાય છે.તેઓ જણાવે છે કે, એક એકની ખેતીમાં 25થી 30 હજારનો ખર્ચ આવે છે. જો કે, હાલમાં વધારે ગરમી હોવાના કારણે ખેડૂતો પરેશાન છે.

જ્યારે વેપારી પૃથ્વીચંદ્ર યાદવ જણાવે છે કે, અમે લોકો સિમરી બખ્તિયારપુરથી પરવળની ખરીદી માટે આવ્યા છે.

તેઓ જણાવે છે કે, અહીંની પરવળની બજારમાં ખૂબ જ ડિમાન્ડ છે. પરવળ ખૂબ જ મુલાયમ રહે છે. આ કારણે ગ્રાહક માંગ કરીને ખરીદે છે.