ઉત્સવ@મથુરા: બરસાનામાં પ્રસિદ્ધ લઠ્ઠમાર હોળી રમાઈ, ઢોલ-નગારા પર ડાન્સ, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મથુરાના બરસાનામાં પ્રસિદ્ધ લઠ્ઠમાર હોળી રમાઈ રહી છે. બરસાનાની ગલીઓ ભક્તોથી સજીધજી છે. ચારેય તરફ અબીલ-ગુલાલ દેખાઈ રહ્યો છે. ગુલાલથી રંગાયેલા ભક્તો ઢોલ-નગારાની ધૂન પર ઝૂમી રહ્યા છે. ડાન્સ કરી રહ્યા છે. હોળીના ગીતો ગાઈ રહ્યા છે.
આ પહેલા સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત પોલીસકર્મીઓ સાથે મહિલાઓએ લઠ્ઠમાર કર્યો. નંદગાંવથી આવેલા હુરિયારોનું પીળી પોખર પર સ્વાગત કરવામાં આવ્યું. હુરિયારા અહીંથી ભગવાન કૃષ્ણના સ્વરૂપનો ધ્વજ શ્રીજી મંદિરે લઈ જશે. શ્રીજીના ચરણ સ્પર્શ પછી રંગીલી ગલીમાં લઠ્ઠમાર હોળી શરૂ થશે. હોળી જોવા અને રમવા માટે 20 લાખ શ્રદ્ધાળુઓ બરસાના પહોંચ્યા છે. તેમાં વિદેશી પ્રવાસીઓ પણ સામેલ છે.
પ્રશાસન મુજબ, સુરક્ષાના દૃષ્ટિકોણથી 4500થી વધુ પોલીસકર્મીઓ, PAC અને એન્ટી રોમિયો ટીમ તૈનાત કરવામાં આવી છે. આ પહેલા મંગળવારે રાધારાણી મંદિરમાં લડ્ડુમાર હોળી રમાઈ હતી. મહંતોએ મંદિરની છત પર બનેલી સફેદ છત્રી પરથી લડ્ડુ લૂંટાવ્યા હતા.

