રાજકારણ@દેશ: જમ્મુ-કાશ્મીર વિધાનસભા સત્ર દરમિયાન ધારાસભ્યો વચ્ચે ઉગ્ર ઝપાઝપી

ભાજપના 3 ધારાસભ્યો ઘાયલ થયા છે ગૃહમાં હોબાળા બાદ સ્પીકરે વિધાનસભાની કાર્યવાહી 20 મિનિટ માટે સ્થગિત કરી દીધી હતી.
 
રાજકારણ@દેશ: જમ્મુ-કાશ્મીર વિધાનસભા સત્ર દરમિયાન ધારાસભ્યો વચ્ચે ઉગ્ર ઝપાઝપી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશના રાજકારણમાં અમુક બાબતોના કારણે વિવાદ જોવા મળતો હોય છે.જમ્મુ-કાશ્મીર વિધાનસભા સત્ર દરમિયાન ગુરુવારે ધારાસભ્યો વચ્ચે ઉગ્ર ઝપાઝપી થઈ હતી. શાસક પક્ષ અને વિપક્ષ ભાજપના ધારાસભ્યોએ એકબીજાના કોલર પકડીને ધક્કામુક્કી કરી હતી. જેમાં ભાજપના 3 ધારાસભ્યો ઘાયલ થયા છે ગૃહમાં હોબાળા બાદ સ્પીકરે વિધાનસભાની કાર્યવાહી 20 મિનિટ માટે સ્થગિત કરી દીધી હતી.

લંગેટના ધારાસભ્ય ખુર્શીદ અહેમદ શેખે ગૃહમાં કલમ 370 પુન: સ્થાપિત કરવાનું બેનર લહેરાવ્યું હતું. આ પછી ભાજપના ધારાસભ્ય અને વિપક્ષી નેતા સુનીલ શર્માએ તેનો વિરોધ કર્યો હતો. ભાજપના ધારાસભ્યોએ વિપક્ષ વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કર્યા.

ભાજપના ધારાસભ્યોના વિરોધનો સિલસિલો અહીં અટક્યો નહીં. તેઓ અહેમદ શેખ પાસે પહોંચ્યા અને તેમના હાથમાંથી બેનર છીનવી લીધું અને ફાડી નાખ્યું. આ દરમિયાન સત્તાધારી નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યો પણ શેખના સમર્થનમાં ભાજપના ધારાસભ્યો સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા. આ પછી માર્શલે ભાજપના ધારાસભ્યોને ગૃહમાંથી હાંકી કાઢ્યા હતા.