દુર્ઘટના@રાજસ્થાન: મિગ-21 ફાઈટર પ્લેન ક્રેશ થઈને ઘર પર પડતાં 2 મહિલાના મોત, પાયલટ સુરક્ષિત

 
Mig 21

અટલ સમાચાર, ડેસ્ક

રાજસ્થાનના હનુમાનગઢ નજીક મિગ-21 ફાઈટર એરક્રાફ્ટ ક્રેશ થતા ત્રણ સ્થાનિક લોકોના મોત થયા છે. વિમાનમાં સવાર પાયલટ સુરક્ષિત છે. IAFના સૂત્રોના જણાવ્યા અનુસાર, વિમાને સુરતગઢથી ઉડાન ભરી હતી. પાઈલટ અને કો-પાઈલટ સુરક્ષિત છે.

પાઈલટ અને કો-પાઈલટે સમયસર પેરાશૂટની મદદથી પ્લેનમાંથી કૂદકો લગાવ્યો હતો, જેના કારણે બંનેનો જીવ બચી શક્યો હતો. હેલિકોપ્ટર એક ઘર પર પડ્યું છે. જેના કારણે 2 મહિલાઓએ જીવ ગુમાવ્યા છે.

IAFએ પોતાના સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, IAFનું એક MiG-21 એરક્રાફ્ટ નિયમિત તાલીમ દરમિયાન સુરતગઢ નજીક ક્રેશ થયું હતું. પાઈલટ સલામત રીતે બહાર નીકળી ગયો, તેને નાની ઈજાઓ થઈ છે. અકસ્માતનું કારણ જાણવા માટે તપાસ કરવામાં આવશે.