વેપાર@દેશ: શેરબજારમાં કેટલાક સમયથી સારી સ્થિતિ ઉભરી, કયા શેરમાં તેજીની ચમક, જાણો વિગતે

બજારના તમામ પ્રમુખ ઇન્ડેક્સોમાં તેજીની ચમક જોવા મળી
 
વેપાર@દેશ: શેરબજારમાં કેટલાક સમયથી સારી સ્થિતિ ઉભરી, કયા શેરમાં તેજીની ચમક, જાણો વિગતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કેટલાક શેર રોકાણકારોની આંખે વળગ્યા છે. આ શેર્સના લિસ્ટમાં સરકારી કંપનીઓ પણ છે. આ દરમિયાન એક સરકારી કંપની પર અનેક રોકાણકારોની નજર પડી છે. આ કંપનીનું નામ કોચિંગ શિપયાર્ડ છે.

કોચિંગ યાર્ડના શેરમાં ઉછાળો આવ્યો છે.આ કંપનીને સંરક્ષણ મંત્રાલય દ્વારા એક પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે. ભારતીય નેવીએ કોચિન શિપયાર્ડને પોતાના એક જહાજને અપગ્રેડ કરવા માટે L1 બોલી લગાવનાર તરીકે ગણાવી છે. આ પ્રોજેક્ટના કરારની વેલ્યુ 300 કરોડ હોવાની ધારણા છે.મળતા આંકડા મુજબ કોચીન શિપયાર્ડના શેરમાં આજે જબરજસ્ત તેજી જોવા મળી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSE પર તેનો શેર 6 ટકા ઊછળ્યો હતો. કંપનીના શેર 572.30ની સપાટીએ ટચ થયા હતા.કોચીન શિપયાર્ડમાં શેરમાં તેજી આવવાનું કારણ તેને મળેલો પ્રોજેક્ટ છે. ડિફેન્સ મિનિસ્ટ્રી દ્વારા કોચીન શિપયાર્ડને 300 કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાનું જાણવા મળે છે. આ સમાચાર બહાર આવતાની સાથે જ શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો.300 કરોડનો કોન્ટ્રાક્ટ બે વર્ષમાં પૂરો કરવો પડશેઃ કોચીન શિપયાર્ડને ઇન્ડિયન નેવીએ L1 બીડર જાહેર કરી છે. આ કોન્ટ્રાક્ટર ભારતીય નેવલ શિપને MR/મીડ લાઈફ અપડેટ કરવા માટે આપવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટની અંદાજિત વેલ્યુ 300 કરોડ રૂપિયા છે અને આ કોન્ટ્રાક્ટર 24 મહિનામાં પૂરો કરવાનો રહે છે.એક વર્ષમાં 85 ટકા રિટર્ન આપ્યુંઃ કોચીન શિપયાર્ડના શેરમાં 52 અઠવાડિયાનો હાઈ 686.80 રૂપિયા છે અને લો 296.45 રૂપિયા છે. આ દરમિયાન કોચીન શિપયાર્ડના શેરમાં રોકાણકારોને એક વર્ષમાં 85 ટકા જેટલું જબ્બર વળતર મળ્યું છે. આંકડા મુજબ 20 જૂન 2022ના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર આ કંપનીનો શેર રૂ. 301.60ની સપાટીએ ટ્રેડ થયો હતો.આ દરમિયાન તારીખ 12 જૂન 2023 સુધીમાં આ શેરની કિંમત વધીને 572.30 થઈ ચૂકી છે. એટલે કે, અત્યાર સુધીમાં 85 ટકા જેટલું વળતર મળ્યું છે. આવી જ રીતે છેલ્લા ત્રણ વર્ષમાં આ કંપનીના શેર થકી રોકાણકારો 150 ટકા જેટલી તોતિંગ કમાણી કરી ચૂક્યા છે. વર્ષ 2020ના આંકડા મુજબ 29 મે ના રોજ કંપનીનો શેર 224.60ની સપાટી પર હતો અને હવે આ શેર 572ની સપાટીથી વધ્યો છે.