રાજકારણ@દેશ: નેતન્યાહૂ બાઇડન અને કમલા હેરિસ સાથે મુલાકાત કરી, જાણો વધુ વિગતે

નેતન્યાહૂ બાઇડન-કમલા હેરિસને મળ્યા

 
રાજકારણ@દેશ: નેતન્યાહૂ બાઇડન અને કમલા હેરિસ સાથે મુલાકાત કરી, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ઇઝરાયલના વડાપ્રધાનએ અમેરિકાની મુલાકેત આવ્યા હતા. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગુરુવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે અલગ-અલગ મુલાકાત કરી હતી. અમેરિકામાં રાજકીય ઉથલપાથલ વચ્ચે આ બેઠક થઈ, જેના પર સમગ્ર વિશ્વની નજર છે. નેતન્યાહૂ ઓવલ ઓફિસમાં બાઇડનને મળ્યા હતા.

બીબીસીના સમાચાર અનુસાર, મીટિંગમાં નેતન્યાહૂએ બાઇડનને તેમના 50 વર્ષના જાહેર જીવન અને ઈઝરાયેલને સમર્થન આપવા બદલ આભાર માન્યો. નેતન્યાહુએ કહ્યું- હું અમેરિકન રાષ્ટ્રપતિ (બાઇડન)ને છેલ્લા 40 વર્ષથી ઓળખું છું અને બાઇડન છેલ્લા 50 વર્ષથી ઈઝરાયેલના તમામ વડાપ્રધાનોને ઓળખે છે.

તેમણે વધુમાં કહ્યું કે, એક ગર્વિત યહૂદી ઝાયોનિસ્ટથી લઈને એક આઇરિશ-અમેરિકન ઝાયોનિસ્ટ સુધી, હું 50 વર્ષની જાહેર સેવા અને ઈઝરાયેલ માટે 50 વર્ષનાં સમર્થન માટે તમારો (બાઇડન) આભાર માનવા માગુ છું. તે ભવિષ્યમાં બાઇડન સાથે મુદ્દાઓ પર કામ કરવા આતુર છે. તે જ સમયે, બાઇડને મજાકમાં કહ્યું કે, ગોલ્ડા મીર પ્રથમ ઇઝરાયેલના વડાપ્રધાન હતા જેમને હું મળ્યો હતો.

એક ન્યૂઝ બ્રીફિંગમાં, યુએસ રાષ્ટ્રીય સુરક્ષા પ્રવક્તા જ્હોન કિર્બીએ જણાવ્યું હતું કે, બંને નેતાઓએ બંધકોને મુક્ત કરવા માટે સમજૂતીની તાત્કાલિક જરૂરિયાત, લેબનોનમાં સંઘર્ષ ફેલાવવાની સંભાવના, ઈરાન તરફથી ખતરો અને શાંતિ વાટાઘાટોમાં સમાધાન શોધવાની જરૂરિયાત પર ચર્ચા કરી હતી. કિર્બીએ કહ્યું કે, યુએસ-ઇઝરાયેલ સંબંધોમાં મતભેદો છે, પરંતુ તેઓ સ્વસ્થ છે.


બેઠક બાદ નેતન્યાહુ અને બાઇડને વ્હાઇટ હાઉસમાં બંધ બારણે ગાઝામાં બંધક બનાવવામાં આવેલા અમેરિકન બંધકોના પરિવારજનો સાથે પણ મુલાકાત કરી હતી. મીટિંગ બાદ જોનાથન ડેકેલ-ચેન નામના વ્યક્તિએ કહ્યું કે મીટિંગ ફળદાયી રહી.

જોનાથનના પુત્ર સગુઈનું 7 ઓક્ટોબરે ઈઝરાયેલના કિબુટ્ઝ નીયર ઓઝથી આતંકવાદીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. આ હુમલા બાદ બાઇડન તરત જ ઈઝરાયેલ પહોંચી ગયા હતા.


અમેરિકી ઉપરાષ્ટ્રપતિ હમાલા હેરિસ નેતન્યાહુને તેમની ઓફિસમાં મળ્યા હતા. સીએનએનના સમાચાર અનુસાર, બંને નેતાઓએ યુદ્ધવિરામ, બંધકોની મુક્તિ, ઈઝરાયેલનું અસ્તિત્વ અને તેની સુરક્ષા સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી.

કમલાએ કહ્યું કે, હવે યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ માટે સમજૂતી પર પહોંચવાનો સમય આવી ગયો છે. આ યુદ્ધનો અંત લાવવાનો સમય છે અને તે એવી રીતે સમાપ્ત થવો જોઈએ કે જ્યાં ઇઝરાયેલ સુરક્ષિત હોય, તમામ બંધકોને મુક્ત કરવામાં આવે, ગાઝામાં પેલેસ્ટિનિયનોની વેદનાનો અંત આવે.

હેરિસે બે-રાજ્ય ઉકેલ માટે પોતાનું સમર્થન વ્યક્ત કરતાં કહ્યું કે તે એકમાત્ર રસ્તો છે જે ખાતરી કરે છે કે ઇઝરાયેલ સુરક્ષિત યહૂદી અને લોકશાહી રાજ્ય રહે. પેલેસ્ટિનિયનો આખરે સ્વતંત્રતા, સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે જે તેઓને લાયક છે.

હેરિસે ઇઝરાયેલના સ્વ-બચાવના અધિકારને સમર્થન આપ્યું હતું. ગાઝામાં હજુ પણ બંધક બનેલા લોકોને યાદ છે. હેરિસે કહ્યું કે, છેલ્લા નવ મહિનામાં ગાઝામાં જે કંઈ થયું છે તે વિનાશકારી છે. અમે આ દુર્ઘટનાઓ તરફ આંખ આડા કાન કરી શકતા નથી. હું ચૂપ નહીં રહીશ.

હેરિસ બાદ નેતન્યાહૂ 26 જુલાઈએ ડોનાલ્ડ ટ્રમ્પને પણ મળી શકે છે. આ બેઠક ફ્લોરિડામાં ટ્રમ્પના ઘર માર-એ-લાગો ખાતે યોજાશે.


ઈઝરાયલના પીએમ નેતન્યાહુની આ મુલાકાત તેમના માટે ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એનવાયટીના અહેવાલ મુજબ, ગાઝામાં લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધ અને બંધકોને પરત લાવવામાં તેમની અસમર્થતાને કારણે નેતન્યાહૂને તેમના જ દેશમાં ભારે ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે. તે જ સમયે, ગાઝામાં 39 હજારથી વધુ લોકો માર્યા ગયા છે, જેના કારણે સમગ્ર વિશ્વમાં નેતન્યાહૂની ટીકા થઈ રહી છે.


આ પહેલા નેતન્યાહૂએ અમેરિકાની મુલાકાત દરમિયાન બુધવારે ચોથી વખત અમેરિકી સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું હતું. આવું કરનાર એકમાત્ર વિદેશી નેતા બન્યા. નેતન્યાહૂએ લગભગ 52 મિનિટનું ભાષણ આપ્યું હતું. પોતાના સંબોધન દરમિયાન નેતન્યાહુએ ઈરાન પર જોરદાર નિશાન સાધ્યું હતું.

નેતન્યાહુએ હમાસ સામેના યુદ્ધને ઝડપથી સમાપ્ત કરવા માટે અમેરિકા પાસેથી વધુ શસ્ત્રો માગ્યા છે. નેતન્યાહુના સંબોધન પહેલા બુધવારે અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં ઘણી જગ્યાએ દેખાવો થયા હતા.