દુર્ઘટના@મહારાષ્ટ્ર: અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં અચાનક આગ ભભૂકી, 3 બાળકોના મોત
NICUમાં 39 નવજાત બાળકોની સારવાર ચાલી રહી હતી.
Aug 24, 2026, 09:44 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મહારાષ્ટ્રમાંથી આગ લાગવાની ભયાનક દુર્ઘટના સામે આવી છે.મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લા મહિલા હોસ્પિટલના નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (NICU)માં સોમવારે સવારે લગભગ 3:30 વાગ્યે આગ લાગી. આ દુર્ઘટનામાં 3 નવજાત બાળકોનાં મોત થયા. છ બાળકોને વધુ સારી સારવાર માટે સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
પ્રાથમિક માહિતી અનુસાર, હોસ્પિટલના ત્રીજા માળે વેન્ટિલેટરમાં વિસ્ફોટ થયા બાદ આગ લાગી. ત્યારબાદ ધુમાડો ફેલાઈ ગયો. તે સમયે NICUમાં 39 નવજાત બાળકોની સારવાર ચાલી રહી હતી.
આગ લાગતા જ ડ્યુટી પર હાજર ડોકટરો, નર્સો અને હોસ્પિટલના કર્મચારીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી અને ઘણા બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા. આગ લાગવાનું કારણ તપાસવામાં આવી રહ્યું છે.

