આગાહી@દેશ: 11 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો કયા કયા વિસ્તારોમાં વરસાદ ખાબકશે ?
ભારેથી અતિભારે વરસાદની આગાહી
Jul 20, 2024, 18:42 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે કેટલી જગ્યાએ પૂરની સ્થિતિ ઉભી થઇ છે. કેટલાક ગામડાઓ પાણીમાં ડૂબી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે આજે 20 જુલાઈએ 11 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.
ખૂબ ભારે વરસાદઃ ગોવા, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ઓડિશા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ.
ભારે વરસાદઃ પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય.