આગાહી@દેશ: 48 કલાકમાં જમ્મુ-કાશ્મીનાં કેટલાક ભાગોમાં હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં શિયાળાની ઋતુ ચાલુ છે. બર્ફિલા વિસ્તારોમાં હિમવર્ષા થઇ હતી. સોમવારે જમ્મુ અને કાશ્મીરમાં ત્રીજી વખત હિમવર્ષા થઈ. આ દરમિયાન, ગુલમર્ગ, સોનમર્ગ, દૂધપત્રી અને અન્ય ઊંચાઈવાળા વિસ્તારોમાં 3-6 ઇંચ બરફ પડ્યો હતો. શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન 3.0°C સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 10.0° સેલ્સિયસ નોંધાયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાકમાં કાશ્મીરના ઘણા સ્થળો અને જમ્મુના કેટલાક ભાગોમાં હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. આકાશ વાદળછાયું રહેશે. કોલ્ડવેવની પણ અસર રહેશે.
સોમવારે દિલ્હીમાં દિવસનું તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું. જે આ સિઝનનો સૌથી ગરમ દિવસ હતો. આ સામાન્ય કરતાં 4.6° સેલ્સિયસ વધુ હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવારે હળવું ધુમ્મસ અને વાદળો રહેશે.
હવામાન વિભાગે આજે ફક્ત પશ્ચિમ બંગાળમાં જ ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. આ ઉપરાંત આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં વીજળી, ગાજવીજ અને વરસાદની આગાહી છે.
મધ્યપ્રદેશના ગુનામાં એક જ દિવસમાં પારો 5.4 ડિગ્રી વધ્યો. રતલામ-સિઓનીમાં 33 ડિગ્રી અને મંડલામાં 33.5 ડિગ્રી તાપમાન હતું. મોટાભાગના શહેરોમાં પારો 30 ડિગ્રીથી ઉપર રહ્યો. રાજસ્થાનમાં બિકાનેર, અલવર સહિત ઘણા શહેરોમાં ઝરમર વરસાદ પડ્યો.