આગાહી@ગુજરાત: હવામાન વિભાગે આગામી 5 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી

સાર્વત્રિક વરસાદની આગાહી કરી 
 
વરસાદ આગાહી 1

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે પૂરની સ્થિતિ ઉભી થઇ છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની સાથે રેડ એલર્ટ અપાયું છે.

આજે રાજ્યના નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ડ અપાયું છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે.

24 જુલાઈના દિવસે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, અને અમરેલીમાં રેડ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. જ્યારે 25 જુલાઈએ વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે.