આગાહી@દેશ: હવામાન વિભાગે આજે કુલ 17 રાજ્યમાં વરસાદની આગાહી કરી
વરસાદની આગાહી કરી
Jul 12, 2024, 16:57 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આજે કુલ 17 રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. એમાં ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, મેઘાલય અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે.
હવામાન વિભાગે કહ્યું હતું કે આમાંનાં કેટલાંક રાજ્યો (ગોવા, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, લક્ષદ્વીપ, આંદામાન-નિકોબાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર)માં તોફાન અને વીજળી પણ પડી શકે છે. કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોના માછીમારોને દરિયામાં વધુ દૂર ન જવાની સલાહ આપવામાં આવી છે.